રાજકોટમાં રખડતા શ્વાનએ મહિલાનો ભોગ લીધો


રાજકોટમાં રખડતા ઢોરના ત્રાસ વચ્ચે શેરીઓમાં રખડતા કુતરાનો આતંક સામે આવ્યો છે. શહેરના કોઠારીયા રોડ ઉપર પારસ પાર્ક સોસાયટીમાં રહેતા મનજીભાઇ ગોંડલીયા વહેલી સવારે પત્ની નયનાબેન ઉ.50ને બાઈકમાં બેસાડી ગોલીડા ગામે વાસંગીદાદાની જગ્યાએ હવનમાં જતા હતા.
આ પણ વાંચો: રાજ્યની પહેલી સરકારી સ્કીન બેન્ક આ શહેરમાં કાર્યરત્
ચાલુ બાઇકે બેલેન્સ ગુમાવતા તે નીચે પટકાયાં
ત્યારે આજી ડેમ ચોકડીથી કોઠારીયા ચોકડી તરફ કુતરા પાછળ દોડતા મનજીભાઇએ બાઈક ધીમું પાડ્યું હતું ચાલુ બાઇકે પત્ની નયનાબેનએ કૂતરાને તગાડવા પ્રયત્ન કર્યા હતા ત્યારે ચાલુ બાઇકે બેલેન્સ ગુમાવતા તે નીચે પટકાયાં હતા.
આ પણ વાંચો: દેશ વિરોધી પ્રવૃત્તિની આશંકાએ સુરત વાપીમાં NIAના દરોડા
મહિલાના મોતથી એક પુત્રએ માતાની છત્રછાંયા ગુમાવી
ઈજાગ્રસ્ત પત્નીને પ્રથમ સિવિલ હોસ્પીટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવા તૈયારી કરતા હતા ત્યારે નયનાબેન બેભાન થઇ જતા ફરી સિવિલમાં દાખલ કર્યા હતા પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા બનાવની જાણ થતા આજી ડેમ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી મહિલાના મોતથી એક પુત્રએ માતાની છત્રછાંયા ગુમાવી છે રખડતા કુતરાના ત્રાસથી મહિલાનું મોત થતા પરિવારમાં પણ શોક વ્યાપી ગયો છે.