- શુક્રવારે રાત્રે રાજધાની દિલ્હીમાં ભારે આંધી ફૂંકાતા ઠેરઠેર વિનાશનાં દૃશ્યો
નવી દિલ્લી: 11 મે: શુક્રવારે રાત્રે દિલ્હીમાં અચાનક ત્રાટકેલું તોફાન લોકો માટે આફત બની ગયું હતું. જેના કારણે રાજધાની અને આસપાસના શહેરોમાં ભારે નુકસાન થયું હતું. આ દરમિયાન ત્રણ લોકોના મૃત્યુ થયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા. સેંકડો વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.
આ સાથે હવામાન વિભાગે શનિવારે પણ વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન કચેરીના જણાવ્યા અનુસાર, શનિવારે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે અને મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 39 થી 29 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. તેમજ ધૂળના તોફાનને જોતા હવામાન વિભાગે લોકોને ઘરની અંદર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
શુક્રવારે રાત્રે આવેલા વાવાઝોડાને કારણે દિલ્લીના દ્વારકા મોડ વિસ્તારમાં એક મોટું ‘સાઇન બોર્ડ’ પડી ગયું હતું , જેના કારણે એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી રહેલા બે લોકો અને એક ઓટો રિક્ષા ચાલક ઘાયલ થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજધાનીમાં તોફાન દરમિયાન વીજ પુરવઠામાં વિક્ષેપ અંગે 202 અહેવાલો પ્રાપ્ત થયા હતા . એક અધિકારીએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે શુક્રવારે મોડી સાંજે દિલ્હી એરપોર્ટ પર નવ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીથી પરેશાન પાકિસ્તાની આતંકવાદી, ગુપ્તચર એજન્સીઓએ જારી કર્યું એલર્ટ