ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી-NCRમાં હવામાન બદલાયું, જોરદાર તોફાન સાથે વરસાદ અને વીજળી: 16 ફ્લાઈટ કરાઈ ડાયવર્ટ

નવી દિલ્હી, 13 એપ્રિલ : દિલ્હી-એનસીઆરમાં લોકોને ગરમી અને તડકાથી રાહત મળી છે. હવામાનનો મિજાજ એકાએક બદલાઈ ગયો છે. જોરદાર પવન અને તોફાન ફૂંકાય રહ્યું છે. આકાશમાં ઘેરા વાદળો છે. ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. દિલ્હીના હવામાનમાં આવેલા આ અચાનક બદલાવને કારણે અહીંના લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી છે. શનિવારે બપોરથી ઘેરા વાદળો છવાયા હતા.ખરાબ હવામાનને કારણે દિલ્હીમાં બપોરે 3 થી 4.30 વચ્ચે 16 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી.

દિલ્હીની સાથે નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને આસપાસના જિલ્લાઓમાં પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. IMD અનુસાર, સમગ્ર દિલ્હીની સાથે NCRના લોની દેહત, હિંડોન, બહાદુરગઢના વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે પહેલેથી જ એલર્ટ જાહેર કર્યું હતું કે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અને તોફાન જોવા મળી રહ્યું છે. હવામાનમાં આવેલા આ ફેરફારની અસર દિલ્હી તેમજ સમગ્ર NCRમાં જોવા મળી રહી છે. તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે પણ હવામાનમાં આવો જ ફેરફાર જોવા મળી શકે છે.

હવામાનમાં આ પરિવર્તન કેવી રીતે આવ્યું?

હવામાન વિભાગે કહ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાથે કેટલીક વેધર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આ અચાનક બદલાવ જોવા મળી રહ્યો છે. જો કે, હવામાન વિભાગે પહેલેથી જ કહ્યું હતું કે દિલ્હી એનસીઆરમાં શનિવાર-રવિવારે મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે શુક્રવારે જાહેર કરેલી આગાહીમાં આ માહિતી આપી હતી. 13-15 એપ્રિલ સુધી અરબી સમુદ્રથી ઉત્તર-પશ્ચિમ સુધી હવામાન ભેજવાળું રહેવાની શક્યતા છે.

જો શક્ય હોય તો, લોકોએ મુસાફરી કરવાનું ટાળવું જોઈએ: IMD

IMDએ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. શક્ય હોય તો મુસાફરી કરવાનું ટાળો. 30-50 કિમી/કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. તોફાન અને જોરદાર ગાજવીજ સાથે વરસાદ પડશે. સામાન્ય તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

જાણો તાપમાન શું હતું

દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ છે. સાથે જ લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું. એક દિવસ અગાઉ શુક્રવારે પણ મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું હતું. IMDએ કહ્યું કે પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં 13-14 એપ્રિલે અને 14 એપ્રિલે યુપી અને ઉત્તરાખંડમાં કરા પડી શકે છે. તેમજ મેદાની વિસ્તારોમાં 13 થી 15 એપ્રિલ દરમિયાન ભારે વરસાદ પડશે.

આ પણ વાંચો :Bournvita ‘હેલ્થ ડ્રિંક’ નથી, સરકારે ઈ-કોમર્સ કંપનીઓને ‘હેલ્થ ડ્રિંક્સ વિભાગ’માંથી દૂર કરવા સૂચના આપી

Back to top button