ટોપ ન્યૂઝબિઝનેસ

શેરબજારમાં રોનક, સેન્સેક્સ 245 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,400ને પાર

  • TCSના ત્રિમાસિક પરિણામોના કારણે આજે માર્કેટમાં IT ઇન્ડેક્સ પણ વધ્યો
  • નિફ્ટીએ પ્રથમ 15 મિનિટમાં જ ઈન્ટ્રાડે હાઈ તરીકે 24,402નું સ્તર હાંસલ કર્યું
  • બીએસઇના 112 શેર પર અપર સર્કિટ અને 63 શેર પર લોઅર સર્કિટ

મુંબઈ, 11 જુલાઈ : ભારતીય શેરબજારમાં ગઈકાલે જોવા મળેલા જોરદાર ઘટાડા બાદ આજે ઉછાળો જોવા મળ્યો છે. NSE નિફ્ટીએ શરૂઆતની મિનિટોમાં જ 24,000ની મહત્ત્વની સપાટી વટાવી દીધી છે અને BSE સેન્સેક્સ 80170 પોઇન્ટના સ્તરે ટ્રેડ થતો મળે છે. એનએસઈમાં 1646 શેર વધી રહ્યા છે અને 334 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે આવી રહેલા TCSના ત્રિમાસિક પરિણામોના કારણે આજે માર્કેટમાં IT ઇન્ડેક્સ પણ વધી રહ્યો છે.

કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?

બીએસઈનો સેન્સેક્સ 245.32 પોઈન્ટ અથવા 0.31 ટકાના વધારા સાથે 80170 પર ખુલવામાં સફળ રહ્યો હતો અને એનએસઈનો નિફ્ટી 72.10 પોઈન્ટ અથવા 0.30 ટકાના વધારા સાથે 24396.55 પર ખુલ્યો હતો. જે બાદ તરત જ બેન્ક નિફ્ટી 104 અંક વધીને 52294 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટીએ પ્રથમ 15 મિનિટમાં જ ઈન્ટ્રાડે હાઈ તરીકે 24,402નું સ્તર હાંસલ કર્યું છે.

આ પણ વાંચો : જો બાઇડન માટે ભારતીય-અમેરિકનોનું સમર્થન 19 ટકા ઘટ્યું, ટ્રમ્પને જુઓ કેટલો થયો ફાયદો?

BSE નું માર્કેટ કેપિટલાઇઝેશન

જો આપણે BSE ના માર્કેટ કેપ પર નજર કરીએ તો હાલમાં તે 451.74 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે, જેમાં ગઈકાલે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. BSEમાં કુલ 3206 શેરમાં ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે, જેમાંથી 2113 શેરમાં તેજી છે. 982 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે 111 શેરમાં કોઈ ફેરફાર વગર ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. 140 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે છે અને 11 શેર નીચા સ્તરે છે. 112 શેર પર અપર સર્કિટ અને 63 શેર પર લોઅર સર્કિટ લાગી છે.

સેન્સેક્સ-નિફ્ટી શેરનું નવીનતમ અપડેટ

સેન્સેક્સના 30માંથી 18 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 12 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ ટોપ ગેનર છે અને તે 1.59 ટકા ઉછળ્યો છે. નેસ્લે ઇન્ડસ્ટ્રીઝ ટોપ લુઝર છે અને તે 1.21 ટકા ડાઉન છે. નિફ્ટીના 50 શેરોમાંથી 27માં વધારો છે જ્યારે 22માં ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં પણ ટાટા મોટર્સ ટોપ ગેનર છે અને 1.69 ટકા ઉછળ્યો છે. નેસ્લે ઇન્ડસ્ટ્રીઝ 1.24 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર તરીકે જોવામાં આવે છે.

આ પણ વાંચો : ભારતીય મૂળના બ્રિટિશ સાંસદે શ્રીમદ ભગવદ્ ગીતા હાથમાં રાખીને લીધા શપથ, જૂઓ વીડિયો

Back to top button