ટોપ ન્યૂઝબિઝનેસ

Stock Market : સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે લીલા નિશાન સાથે ખૂલ્યું સેન્સેક્સ, જાણો તેજીના આ ત્રણ કારણો

Stock Market : આજે સોમવારે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરમાર્કેટમાં બંને સૂચકાંકો જોરદાર તેજી સાથે ખુલ્યા બાદ રોકેટ ગતિએ ઉછળ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઉછળીને 76,000 ના આંકને પાર કરી ગયો છે. આ દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ સેન્સેક્સની આગેવાની હેઠળ આવ્યો, જેમાં લગભગ 250 પોઈન્ટનો મજબૂત ઉછાળો જોવા મળ્યો.

ખાસ વાત એ છે કે, તેલ કંપનીઓએ દેશમાં સતત ચોથી વાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો કરી ઝટકો આપ્યો છે, તે સાથે જ વિદેશી કારણોથી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીના સંકેત

 

શેરમાર્કેટમાં વ્યાપાર શરુ થયા પહેલા જ પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર તેજીના સંકેત મળ્યા હતા. ત્યાં જ જ્યારે ટ્રેડિંગ શરૂ થયું તો BSE Sensex ખુલતા જ 76,000ના સ્તરને પાર કરી ગયો છે. આ ઈન્ડેક્સ ગત શુક્રવારે બંધ 75,415ની તુલનામાં જોરદાર તેજી પકડતા 76,135 પર ખુલ્યો અને માત્ર પાંચ મીનીટમાં જ 874 અંક ઉછળીને 76,289 પર પહોંચ્યો હતો.

જો NSE Niftyની વાત કરીએ તો. તેની રફ્તાર પણ સેન્સેક્સ જેવી જોવા મળી રહી છે. 50 શેર્સ વાળો આ ઈન્ડેક્સ 23,719 પર બંધ થયો હતો તેના પ્રમાણમાં તે 23,940ના લેવલ પર ખુલ્યો અને પછી સેન્સેક્સની જેમ રોકેટ ગતિએ ભાગતા 23,984ના સ્તર પર વેપાર કરતો જોવા મળ્યો.

શેર માર્કેટમાં તેજીના આ ત્રણ કારણ

 

જણાવી દઈએ કે, સોમવારે શેર માર્કેટમાં તેજીના એક નહીં ત્રણ કારણો છે. જેનું સીધુ કનેક્શન ડોનાલ્ડ ટ્રંપ સાથે પણ છે. હકીકતમાં અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાન યુદ્ધ ખતમ કરવા અને વિશ્વને તેલની જરૂરીયાત પૂરી કરવા માટે મહત્વનું હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવાનું સિગ્નલ આપ્યું છે.

માર્કેટનું સેગ્મેન્ટ બદલવાનું બીજું કારણ પણ તેની સાથે જોડાયેલું છે. કારણ કે, ટ્રંપના ઈરાન અમેરિકાની વચ્ચે સમજૂતિના સંકેતોની સૌથી મોટી અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર જોવા મળી, જે આ ગ્લોબલ ટેન્શનની વચ્ચે વિશ્વને ડરાવી રહ્યું હતું અને મોંઘવારી વધવામાં મહત્વની ભૂમિકા હતી. સોમવારે Brent Crude Price 100 ડોલરની નીચે આવી હઈ છે, જેનાથી મોંઘવારી ઓછી થવાની આશા વધી ગઈ છે.

ત્રીજું કારણ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર અપડેટ છે. હકીકતમાં અમેરિકી વિદેશી મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે, India-US Trade Deal ને ટૂંક સમયમાં અંતિમ રૂપ આપવામાં આવી શકે છે. આ સમજૂતિ બંન્ને દેશો માટે ફાયદાકારક હશે. જણાવી  દઈએ કે, રૂબિયા ચાર દિવસ ભારતના પ્રવાસે આવ્યા છે.

આ પણ વાંચો : ‘મૂડીવાદી મિત્રોને ફાયદો પહોંચાડવા જનતાના ખિસ્સા પર ભાર નાખી રહ્યા છે મોદી’: વિપક્ષનો ગંભીર આરોપ

Back to top button