- ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ અને ભારતી એરટેલ ઉછાળા સાથે ખુલ્યા
- આજે 536 શેરોમાં ઘટાડો નોંધાયો, 97 શેરોમાં કોઇ ફેરફાર નહિ
મુંબઈ, 02 જુલાઈ : ભારતીય શેરબજારમાં શરૂઆતના કારોબારમાં આજે મંગળવારનો દિવસ મંગળમય સાબિત થતો દેખાઇ રહ્યો હતો. પરંતુ થોડી જ ક્ષણોમાં શેરબજારે સર્વકાલીન ઊંચાઈથી પીછેહઠ કરી હતી. આજે શેરબજારની નવા ઐતિહાસિક શિખર પર શરૂઆત થઇ હતી. બીએસઇનો સેન્સેક્સ 364.18 પોઇન્ટ એટલે કે 0.46 ટકાની ઉંચાઇ સાથે 79,840.37 પર ખુલ્યો હતો જયારે એનએસઇનો નિફ્ટી 86.80 પોઇન્ટ અથવા 0.36 ટકાના વધારા સાથે 24,228.75 ના લેવલ પર ખુલ્યો હતો.
સેન્સેક્સ 600 પોઇન્ટ ઘટીને 79,236ની સપાટીએ
મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકોએ આજે મંગળવારે સર્વકાલીન ઊંચાઈથી પીછેહઠ કરી હતી. સેન્સેક્સ દિવસના સર્વોચ્ચ 79,855 પોઇન્ટથી 600 પોઈન્ટ ઘટીને 79,236 પર, જ્યારે નિફ્ટી 50 શરૂઆતના સત્રમાં 24,200ને સ્પર્શ્યા બાદ ઘટીને 24,100 પર આવી ગયો હતો.
આ પણ વાંચો : ગુજરાતમાં મેઘો મહેરબાન, સુરતના બારડોલી, પલસાણા અને મહુવામાં 5 ઈંચ વરસાદ
કોટક મહિન્દ્રાના શેરમાં 2%નો ઘટાડો
સેન્સેક્સ પેકમાંથી, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ અને ભારતી એરટેલ ઉછાળા સાથે ખુલ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ અને આઈસીઆઈસીઆઈ બેંક લાલ નિશાન પર ખુલ્યા હતા. આજે કોટક મહિન્દ્રાના શેરમાં 2%નો ઘટાડો જોવા મળ્યો છે.
1935 શેરોમાં તેજી જોવા મળી
ઉલ્લેખનીય છે કે બજાર ખૂલતાંની સાથે જ 1935 શેરોમાં તેજી જોવા મળી હતી, જયારે 536 શેરોમાં ઘટાડો નોંધાયો હતો અને 97 શેરોમાં કોઇ ફેરફાર થયો ન હતો. શરૂઆતી કારોબાર દરમિયાન આયશર મોટર્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી અને હીરો મોટોકોર્પ નિફ્ટી પર સૌથી વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા.
આ પણ વાંચો : યુપીમાં 1 લાખના ઈનામી કુખ્યાત ગુનેગારનું એન્કાઉન્ટર; AK-47 અને પિસ્તોલ કબ્જે કરાયા