શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસ: હાઈકોર્ટે શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી
- શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર કેસમાં મોટો નિર્ણય
- ASI સરવેની વિગતો 18 ડિસેમ્બરે નક્કી થશે
મથુરા, 14 ડિસેમ્બર: અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી છે.
હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે, અમે એડવોકેટ કમિશનરની નિમણૂક કરી રહ્યા છીએ. કોર્ટે શાહી ઇદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. જોકે ASI સર્વે ક્યારે થશે અને તેમાં કેટલા લોકો ભાગ લેશે, આ બધું 18 ડિસેમ્બરે નક્કી થશે.
‘ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન’ અને અન્ય 7 લોકોએ વકીલો હરિ શંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદન દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ASI સર્વેની માંગણી કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા સંકેતો છે જે સાબિત કરે છે કે મસ્જિદના સ્થળે હકીકતે એક હિન્દુ મંદિર હતું.
અરજીમાં શું કરવામાં આવી હતી માંગ?
વાસ્તવમાં ‘ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન’ અને અન્ય 7 લોકોએ વકીલો હરિ શંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદન દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ASI સર્વેની માંગ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા સંકેતો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું. એડવોકેટ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં કમળના આકારનો સ્તંભ છે જે હિન્દુ મંદિરોની વિશેષતા છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ત્યાં હિંદુ દેવતાઓમાંના એક શેષનાગની છબી પણ છે જેમણે તેમના જન્મની રાત્રે ભગવાન કૃષ્ણની રક્ષા કરી હતી. કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે મસ્જિદના થાંભલાના નીચેના ભાગમાં હિંદુ ધાર્મિક પ્રતીકો અને કોતરણીઓ છે. અરજદારે કોર્ટને વિનંતી કરી છે કે, અમુક નિર્ધારિત સમયગાળામાં શાહી ઇદગાહ મસ્જિદનું સર્વેક્ષણ કર્યા પછી તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે ચોક્કસ સૂચનાઓ સાથે એક કમિશનની નિમણૂક કરવામાં આવે.
અરજદારોએ અલ્હાબાદ હાઈકોર્ટ પાસે શાહી ઈદગાહ મસ્જિદના ASI સર્વેની સમગ્ર કાર્યવાહીની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનું નિર્દેશન કરવાની પણ માગણી કરી હતી. વાદીના વકીલના જણાવ્યા મુજબ, વિવાદિત માળખાના તથ્યલક્ષી પાસાંઓને વિવાદના યોગ્ય નિર્ણય માટે કોર્ટ સમક્ષ લાવવા જોઈએ કારણ કે, વિવાદિત વિસ્તારોની હકીકતની સ્થિતિ વિના કેસનો અસરકારક ચુકાદો શક્ય નથી. જસ્ટિસ મયંક કુમાર જૈને સંબંધિત પક્ષકારોને સાંભળ્યા બાદ 16 નવેમ્બરે અરજી પરનો આદેશ અનામત રાખ્યો હતો.
આ પણ વાંચો, ખોડલધામનો વધુ એક પ્રકલ્પઃ 21 જાન્યુઆરીએ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન