ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તાજમહલ નિર્માણ વિવાદ : દિલ્હી હાઈકોર્ટે ASIને તપાસ સોંપી

  • દિલ્હી હાઈકોર્ટે ASIને તાજમહલના નિર્માણ વિશે હિન્દુ સેનાના દાવાઓની તપાસ કરવા કહ્યું
  • હિંદુ સેનાએ હાઈકોર્ટમાં “તાજમહલ શાહજહાં દ્વારા બાંધવામાં નથી આવ્યો” હોવાની કરી અરજી  

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટમાં હિન્દુ સેના દ્વારા તાજમહલના નિર્માણની હકીકતને લઈને અરજી કરવામાં આવી હતી. જેની શુક્રવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટની બેન્ચે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ(ASI)ને ઇતિહાસના પુસ્તકોમાંથી તાજમહલના બાંધકામ વિશેની કથિત ખોટી માહિતીને દૂર કરવા અને સ્મારકની ઉત્પતિની ખાતરી કરવા માટેની રજૂઆત પર નિર્ણય લેવા જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે આ સાથે જાહેર હિતની અરજી ( PIL )નો નિકાલ કર્યો હતો.

તાજમહલનું નિર્માણ મુઘલ સમ્રાટ શાહજહાંએ નહીં, પરંતુ રાજા માન સિંહે કર્યું :PIL

દિલ્હી હાઈકોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ને હિન્દુ સેના નામના સંગઠન દ્વારા તાજમહલનો  “સાચો ઈતિહાસ” પ્રકાશિત કરવાના નિર્દેશોની માંગ કરતી રજૂઆત પર વિચાર કરવા જણાવ્યું હતું. હિંદુ સેનાના પ્રમુખ સુરજીતસિંહ યાદવે દાખલ કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તાજમહેલનું નિર્માણ મુઘલ સમ્રાટ શાહજહાંએ નહીં, પરંતુ રાજા માન સિંહે કર્યું હતું.” બેન્ચે નોંધ્યું હતું કે, અરજદારે અગાઉ સુપ્રીમ કોર્ટમાં પણ આવી જ અરજી કરી હતી. ત્યારપછી સર્વોચ્ચ અદાલતે સંગઠનને ASI સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું.

અરજદારના વકીલોએ રાજાની હવેલીમાં ફેરફાર કરી નવું રૂપ આપ્યું હોવાની કરી દલીલ

અરજદારના વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે, ઝેડ.એ. દેસાઈ દ્વારા લખાયેલા ‘તાજ મ્યુઝિયમ’ નામના પુસ્તકમાં મુમતાઝ મહેલના દફનવિધિ માટે એક “ઉચ્ચ અને સુંદર” સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું. તે દાવો કરે છે કે આ રાજા માન સિંહની હવેલી (મંઝિલ) હતી જે દફનવિધિ સમયે તેના પૌત્ર રાજા જય સિંહના કબજામાં હતી. આ હવેલી ક્યારેય તોડી પાડવામાં આવી ન હતી. તાજમહલનું હાલનું માળખું બીજું કંઈ નથી પરંતુ રાજા માનસિંહની હવેલીમાં ફેરફાર કરી બનાવવામાં આવેલું નવું રૂપ છે.”

અરજદાર સુરજીતસિંહ યાદવે ASI, કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારને ઈતિહાસના પુસ્તકોમાંથી તાજમહલના નિર્માણ સાથે સંબંધિત ‘ઐતિહાસિક રીતે ખોટા તથ્યો’ દૂર કરવા માટે નિર્દેશોની માંગ કરી હતી. પીઆઈએલમાં એએસઆઈને તાજમહલની ઉંમર અને રાજા માન સિંહના મહેલના અસ્તિત્વ વિશે તપાસ હાથ ધરવા માટે નિર્દેશો પણ માંગવામાં આવ્યા હતા. અરજદારે દાવો કર્યો હતો કે, તેણે તાજમહેલ વિશે ‘ઊંડો અભ્યાસ અને સંશોધન’ કર્યું છે અને ઇતિહાસના તથ્યોને સુધારવું તેમજ લોકોને તાજમહેલ વિશે સાચી માહિતી આપવી મહત્વપૂર્ણ છે.

આ પણ જાણો :દિલ્હી વાયુ પ્રદૂષણઃ સરકારનો મોટો નિર્ણય, આગળના આદેશ સુધી તમામ ઝોનલ સ્કૂલ ગેમ્સ અને ઈવેન્ટ્સ રદ

Back to top button