હિન્દુ રાષ્ટ્ર નેપાળમાં ઇસ્લામનો પ્રસાર? પાકિસ્તાન ISI ભારત વિરોધ માહોલ ઊભો કરે છે

- ધાર્મિક સ્થળોની આડમાં શું કરે છે? મસ્જિદનો શિલાન્યાસ
એચડી ન્યૂઝ ડેસ્ક, 30 જુલાઇ 2025: Pakistan Terrorism પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI હવે નેપાળમાં પણ ભારત વિરોધી માહોલ કરવાનો પ્રયાસ કરી રહી છે. ધાર્મિક સ્થળોની આડમાં ભારત વિરોધી નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. ISI ની મદદથી, નેપાળમાં રઝાક મસ્જિદ નામનું એક નવું ધાર્મિક સ્થળ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ફાઉન્ડેશનના અધ્યક્ષ કહે છે કે તેનો હેતુ નેપાળની 95% બિન-મુસ્લિમ વસ્તીમાં ઇસ્લામનો પ્રચાર પ્રસાર કરવાનો છે. ISI નેપાળનો ઉપયોગ ભારત વિરોધી કાવતરાઓ માટે માત્ર એક ટ્રાન્ઝિટ પોઇન્ટ તરીકે જ નથી કરી રહ્યું, પરંતુ નેપાળની વસ્તી અને સાંસ્કૃતિક માળખાને બદલવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે.
બાંગ્લાદેશ બાદ હવે નેપાળમાં નવો મોરચો?
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI હવે નેપાળને ભારત સામે એક નવો મોરચો બનાવવાની તૈયારી કરી રહી છે. બાંગ્લાદેશમાં પોતાની પકડ મજબૂત કર્યા પછી, ISI હવે નેપાળમાં કટ્ટરવાદી નેટવર્ક સ્થાપવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો:આયરનની કમી બની રહી છે મોટી સમસ્યા, ૩૦ ટકા મહિલા સ્ત્રીઓ એનીમિયાની શિકાર, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
સુનસારીના ઇનરવા વિસ્તારમાં રઝાક મસ્જિદનો શિલાન્યાસ
ગુપ્તચર અહેવાલો અનુસાર, ISIની મદદથી, નેપાળના સુનસારી જિલ્લાના ઇનરવા વિસ્તારમાં રઝાક મસ્જિદ નામનું એક નવું ધાર્મિક સ્થળ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ મસ્જિદનો શિલાન્યાસ ૧૮ જુલાઈના ‘અલહાજ શમસુલ હક ફાઉન્ડેશન’ (ASH ફાઉન્ડેશન) દ્વારા કરવામાં આવ્યો હતો.
“ઇસ્લામિક જાગૃતિ”નું કેન્દ્ર હોવાનો દાવો?!
ફાઉન્ડેશનના અધ્યક્ષ એન્જિનિયર મોહમ્મદ નાસિર ઉદ્દીને મસ્જિદને “ઇસ્લામિક જાગૃતિ”નું કેન્દ્ર ગણાવ્યું અને કહ્યું કે તેનો ઉદ્દેશ્ય નેપાળની ૯૫% બિન-મુસ્લિમ વસ્તીમાં ઇસ્લામનો પ્રચાર કરવાનો છે. જોકે, ભારતીય એજન્સીઓને ડર છે કે આ મસ્જિદ માત્ર એક ધાર્મિક સ્થળ નહીં પરંતુ ISI માટે લોજિસ્ટિક્સ અને નેટવર્કિંગ હબ બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટને કેટલાક ગલ્ફ દેશો અને તુર્કીનો પણ ટેકો મળી રહ્યો છે.
ASH ફાઉન્ડેશન એક NGO તરીકે કાર્યરત
ASH ફાઉન્ડેશન 2018 થી સક્રિય છે અને 2022માં બાંગ્લાદેશમાં એક NGO તરીકે નોંધાયેલું હતું. પરંતુ, બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર ગયા પછી અને જમાત-એ-ઇસ્લામી સમર્થિત મોહમ્મદ યુનુસ સરકાર આવ્યા પછી, ISI ને વધુ સ્વતંત્રતા મળી છે.
આ પણ વાંચો: આજે લોન્ચ થશે નિસાર મિશનઃ સમગ્ર પૃથ્વીને કરશે સ્કેન, મોટી માત્રામાં ડેટા એકત્રિત કરવાનું બનશે શક્ય
નેપાળને એક નવું કટ્ટરપંથી ઠેકાણું બનાવવાનો ભય
નેપાળ એક હિન્દુ બહુમતી ધરાવતો દેશ છે અને અત્યાર સુધી અહીં ધાર્મિક ઉગ્રવાદ કે આતંકવાદની કોઈ ઘટના જોવા મળી નથી. પરંતુ, ભારતીય એજન્સીઓને ડર છે કે ISI અને તેના સંલગ્ન સંગઠનોની મદદથી, નેપાળને એક નવું કટ્ટરપંથી ઠેકાણું બનાવવામાં આવી રહ્યું છે.
અલ-કાયદા જેવા સંગઠનોએ તાલીમી શિબિરો કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર, અલ-કાયદા જેવા આતંકવાદી સંગઠનોએ 2023 માં નેપાળમાં તાલીમ શિબિરો સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો. હવે ASH ફાઉન્ડેશન જેવા સંગઠનો દ્વારા, ઇસ્લામિક કેન્દ્રો, મદરેસા અને મસ્જિદો બનાવીને નેપાળને કટ્ટરપંથી નેટવર્કનો આધાર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:Breaking News: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરતા બે આતંકીનું એન્કાઉન્ટર
આ પણ વાંચો:રશિયામાં 8.8 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ભીતિએ જાપાનના ફુકુશિમા પરમાણુ પ્લાન્ટને ખાલી કરાવાયો












