ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024દક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ નિમાયા

Text To Speech
  • લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યપાલક મેજિસ્ટ્રેટ પાસે વિશેષ સત્તા રહેશે

ભુજ: મંગળવાર, 19 માર્ચ 2024: લોકસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત સાથે ચૂંટણી પ્રક્રિયા પૂરજોશથી શરૂ થઈ છે ત્યારે જાહેરનામાંની તારીખથી મેજીસ્ટ્રીયલ પાવર ઘરાવતા ન હોય તેવા ચૂંટણી અઘિકારીઓ, મદદનીશ ચૂંટણી અઘિકારીઓ, ઝોનલ ઓફિસરઓ, વિવિઘ કામગીરી માટે નિયુક્ત નોડલ ઓફિસરઓ, ફ્લાઈંગ સ્ક્વોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમમાં નિયુક્ત તથા જિલ્લા ચૂંટણી અઘિકારીને ચૂંટણીની કામગીરી માટે નિયુક્ત કરવા જરૂરી જણાય તે રીતે નિયુક્ત કરવામાં આવે તેવા તમામ અઘિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તેમની જે વિસ્તાર અને નિશ્ચિત સમયગાળા માટે ભારતીય ફોજદારી કાર્યરીતી અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૨૧ મુજબ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા આ અઘિનિયમની કલમ-૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ના અઘિકારો ચૂંટણીની જાહેરાત થયા તારીખથી ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતા સુઘીના સમયગાળા માટે ભોગવવા અઘિકાર એનાયત કરવામાં આવ્યા છે.

આથી ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના કામે નિયુક્ત કરેલા ચૂંટણી અઘિકારીઓ તથા મદદનીશ ચૂંટણી અઘિકારીઓ તેમજ જિલ્લા ચૂંટણી અઘિકારી દ્વારા વિવિઘ કામગીરી માટે નિયુક્ત કરેલા, ઝોનલ અઘિકારીઓ તથા રીઝર્વ ઝોનલ અઘિકારીઓ, ફ્લાઈંગ સ્ક્વોડના વડા, સ્ટેટીક સર્વેલન્સ ટીમના વડાને જે વિસ્તાર અને નિશ્ચિત સમયગાળા માટે નિમણૂક  કરવામાં કરવામાં આવેલા હોઈ, તે વિસ્તાર  અને સમયગાળા માટે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુઘીના સમયગાળા માટે ભારતીય ફોજદારી કાર્યરીતી અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૨૧ મુજબ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા સદરહુ અઘિનિયમ તળેના કલમ -૪૪ Arrest by Magistrate, કલમ -૧૦૩ To direct search in his presence, કલમ -૧૦૪ Power to impound any documents and things, કલમ -૧૨૯ Dispersal of assembly by use of civil force, કલમ -૧૪૪ To issue temporary orders in urgent cases of Nuisance or apprehended Danger અઘિકારો એનાયત કરવા આથી હુકમ કરવામાં આવે છે તેવું કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં ચૂંટણી લક્ષી ફરિયાદો માટે કંટ્રોલરૂમ શરૂ, ચૂંટણીપંચની રાજકીય પ્રતિનિધિઓ સાથે બેઠક

Back to top button