રાજા રઘુવંશી હત્યાકાંડઃ રાજ અને સોનમ બે દિવસની પોલીસ કસ્ટડીમાં, અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડી 14 દિવસ લંબાવાઈ

મધ્ય પ્રદેશઃ 19 જૂન, 2025: Raja Raghuvanshi Murder Case: રાજા રઘુવંશી હત્યાકાંડમાં બુધવારે (18 જૂન) એક મોટી અપડેટ સામે આવી છે. પોલીસે આ મામલે સામેલ તમામ આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે મુખ્ય આરોપી સોનમ રઘુવંશી અને પતિ રાજ કુશવાને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. વળી, અન્ય આરોપી આનંદ, વિશાલ અને આકાશને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
મંગળવારે (17 જૂન) SIT ટીમે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા પૂરી કરી, જે દરમિયાન વેસાડોંગ ફૉલ પાસે બીજી હત્યામાં ઉપયોગમાં થયેલું હથિયાર મળી આવ્યું છે. પોલીસ ટીમે માવલાખિયાતથી લઈને વેસાડોંગ પાર્કિંગ સ્થળ સુધીના તમામ સ્થળોની તપાસ કરી જ્યાંથી આરોપીએ ભાડાના ટુ-વ્હીલરનો ઉપયોગ કર્યો અને હત્યા કરી હતી.
રાજ અને સોનમને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, સોનમ અને રાજની વધુ પૂછપરછમાં હત્યાના કાવતરા, અગાઉના પ્રયાસો અને અન્ય સંભવિત આરોપીઓ વિશે માહિતી મળી શકે છે. અત્યાર સુધીમાં તપાસમાં કોલ રેકોર્ડ, સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ પુરાવા સહિત ઘણા મહત્ત્વના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે.
કોર્ટે અન્ય આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
SIT આ કેસને ગંભીરતાથી જોઈ રહી છે અને તપાસને અંતિમ રૂપ આપવાની દિશામાં કામ કરે છે. રાજા રઘુવંશીની હત્યા બાદથી આ કેસ સતત ચર્ચામાં રહ્યો છે અને આવનારા બે દિવસ પોલીસ માટે પણ ખૂબ જ મહત્ત્વના માનવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ કાજોલે જણાવ્યું કે દીકરા અને દીકરીના ઉછેરમાં કેટલો ફરક, દીકરીને આ સલાહ આપી
આ પણ વાંચોઃ કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું મતદાન સંપન્ન, ચૂંટણીપંચે મતદાનના સત્તાવાર આંકડા કર્યા જાહેર












