ટ્રેન્ડિંગમનોરંજન

સોનાક્ષી-ઝહીરે કાપી કેક, દબંગના ગીત પર રોમેન્ટિક ડાન્સ, ક્યારે થઈ અભિનેત્રી ભાવુક?

  • સોનાક્ષી-ઝહીરે રજિસ્ટર્ડ મેરેજ કર્યા બાદ મુંબઈમાં જ રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડના અનેક લોકો સામેલ થયા હતા અને આખી રાત પાર્ટી એન્જોય કરી

24 જૂન, મુંબઈઃ બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને શત્રુઘ્ન સિંહાની લાડકવાયી સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. સોનાક્ષી-ઝહીરે લગ્ન બાદ મુંબઈમાં જ ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ ફંકશનમાં સલમાનખાન, કાજોલ, રેખા, અદિતિ રાવ હૈદરી જેવા અનેક સ્ટાર સામેલ થયા હતા.

વાયરલ થયા વેડિંગ રિસેપ્શનના ફોટા અને વીડિયો

સોનાક્ષી અને ઝહીર ઈકબાલના રિસેપ્શનના અનેક ફોટો વાયરલ થયા છે. ન્યૂલી વેડ કપલ તેમની લાઈફના આ ખાસ દિવસને ભરપૂર સેલિબ્રેટ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કપલે કેક કાપી અને દબંગ ફિલ્મના સોંગ પર રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

દિકરીના લગ્નને લઈને શત્રુઘ્ન સિંહાએ શું કહ્યું?

કપલના લગ્ન પહેલા અનેક પ્રકારના સમાચાર સામે આવ્યા હતા. જેમાં એવું પણ કહેવાતું હતું કે સોનાક્ષીનો પરિવાર બીજા ધર્મમાં તેના લગ્નથી ખુશ નથી, પરંતુ શત્રુઘ્ન સિંહા આ વાતનો જવાબ આપતા કહે છે કે દરેક પિતાને એ દિવસની રાહ હોય છે જ્યારે તેની લાડકવાયીનો હાથ તેને ગમતા છોકરાના હાથમાં સોંપવામાં આવે. મારી દિકરી ઝહીર સાથે ખુશ દેખાય છે. તે મારા માટે ખુશીની વાત છે. બંનેની જોડી હંમેશા સલામત રહે. 44 વર્ષ પહેલા મેં મારી પસંદગીની એક સફળ, ખૂબ સુંદર અને ખૂબ જ ટેલેન્ટેડ છોકરી સાથે લગ્ન કર્યા હતા. હવે પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાનો વારો સોનાક્ષીનો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અભિનેત્રી કયા કયા પ્રસંગે ભાવુક થતી દેખાઈ?

સોનાક્ષી લગ્ન દરમિયાન અનેક પ્રસંગોએ ભાવુક થતી દેખાઈ. કાજોલ જ્યારે ઝહીને ગળે મળી ત્યારે સોનાક્ષીની આંખો ભરાઈ આવી. ઝહીરની બહેને સોનાક્ષી અને પોતાના ભાઈની નજર ઉતારી તે સમયે પણ એક્ટ્રેસ ઈમોશનલ થઈ ગઈ હતી. અભિનેત્રીએ પોતાના રજિસ્ટર્ડ મેરેજ બાદ એક પોસ્ટમાં લખ્યું કે સાત વર્ષ પહેલા 23 જૂન, 2017ના દિવસે તેને અને ઝહીરને એકબીજાની આંખોમાં પ્રેમ દેખાયો હતો. સાથે તેણે પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે તેમને આ લગ્નમાં જે જે પડકારો આવ્યા, તે આ પ્રેમના કારણે જ પાર પડ્યા. અમે બંનેએ પોતપોતાના પરિવારના આશીર્વાદ લઈને અમારા ભગવાનને સાક્ષી માનીને એકબીજાનો હાથ પકડ્યો છે.

આ પણ વાંચોઃ અન્નુ કપૂરે કંગના રનૌતની માફી કેમ માગવી પડી? પોસ્ટ શેર કરીને કરી સ્પષ્ટતા

Back to top button