ટ્રેન્ડિંગમનોરંજન

સોનાક્ષી અને ઝહીરે મિત્રો સાથે સેલિબ્રેટ કરી બેચરલ પાર્ટી, જુઓ PHOTOS

  • લગ્ન પહેલા સોનાક્ષી અને ઝહીરે પોતાના મિત્રો સાથે આ પળને ફુલ એન્જોય કરી. થનારી દુલ્હને પોતાના મિત્રો સાથે બેચરલ પાર્ટી એન્જોય કરી. આ પાર્ટીમાં ઝહીરની બહેન સનમ રતાનસી અને હુમા કુરૈશી પણ સામેલ થયા હતા

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેના લગ્નને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી ટૂંક સમયમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે સાત ફેરા લેવા જઈ રહી છે. આ કપલ હવે તેમના લગ્નના ફંક્શનની તૈયારીમાં વ્યસ્ત છે. દરમિયાન, લગ્નના પાંચ દિવસ પહેલા સોનાક્ષી અને ઝહીરે તેમના મિત્રો સાથે જોરદાર બેચલર પાર્ટી કરી હતી. લગ્ન પહેલા સોનાક્ષી અને ઝહીરે પોતાના મિત્રો સાથે આ પળને ફુલ એન્જોય કરી. થનારી દુલ્હને પોતાના મિત્રો સાથે બેચરલ પાર્ટી એન્જોય કરી. આ પાર્ટીમાં ઝહીરની બહેન સનમ રતાનસી અને હુમા કુરૈશી પણ સામેલ થયા હતા.

સોનાક્ષી અને ઝહીરે મિત્રો સાથે સેલિબ્રેટ કરી બેચરલ પાર્ટી, જુઓ PHOTOS hum dekhenge news

અભિનેત્રીએ શેર કર્યા પાર્ટીના ફોટોઝ

અભિનેત્રી સોનાક્ષી સિંહાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર પાર્ટીના ઘણા બધા ફોટોઝ શેર કર્યા છે. એક તસવીરમાં તે સેલ્ફી લેતી વખતે પોઝ આપી રહી છે, જ્યારે બીજી તસવીરમાં સોનાક્ષીએ હુમા સહિતના મિત્રો સાથેની તસવીરો પોસ્ટ કરી છે. આ દરમિયાન એક્ટ્રેસે બ્લેક કલરનો શોર્ટ શિમરી ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે હોટ લાગી રહી હતી. અભિનેત્રીએ તેના લુકને પારદર્શક હાઈ હીલ્સ સાથે સ્ટાઈલ કર્યો હતો. તેણે વિંગ આઈલાઈનર, ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

સોનાક્ષી અને ઝહીરે મિત્રો સાથે સેલિબ્રેટ કરી બેચરલ પાર્ટી, જુઓ PHOTOS hum dekhenge news

ઝહીરે પણ મિત્રો સાથે સેલિબ્રેટ કરી બેચરલ પાર્ટી

બીજી તરફ ઝહીર ઈકબાલ પણ તેના મિત્રો સાથે બેચલર પાર્ટી એન્જોય કરતો જોવા મળ્યો હતો. દરમિયાન થનારા વરરાજાએ તેની પાર્ટી સેલિબ્રેશનના ફોટા પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા છે. એક ફોટોમાં ઝહીર બ્લેક ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે, જ્યારે બીજા ફોટોમાં તેણે સફેદ ટી-શર્ટ પહેરેલી છે. ઉલ્લેખનીય છે કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ 23 જૂને લગ્નના બંધનમાં બંધાશે.

સોનાક્ષી અને ઝહીરે મિત્રો સાથે સેલિબ્રેટ કરી બેચરલ પાર્ટી, જુઓ PHOTOS hum dekhenge news

લગ્નનું પહેલું કાર્ડ સલમાનને અપાયું

કપલ 23 જૂનના રોજ રજિસ્ટર્ડ મેરેજ કરશે અને એજ દિવસે સાંજે મુંબઈના દાદર સ્થિત બેસ્ટિયન રેસ્ટોરાંમા રિસેપ્શન પાર્ટી યોજાશે. ઝહીરે પોતાના લગ્નનું પહેલું કાર્ડ સલમાનભાઈને આપ્યું છે. ઝહીર અને સલમાન એકબીજાની ખૂબ નજીક છે. ઝહીરને બાળપણથી જ સલમાને ખૂબ પ્રેમ આપ્યો છે. તેને હીરો તરીકે તૈયાર કરવામાં સલમાનનો બહુ મોટો ફાળો છે. ઝહીર સલમાનભાઈને ખૂબ માને છે. સોનાક્ષી અને ઝહીર સાત વર્ષથી રિલેશનશિપમાં છે. બંનેની પહેલી મુલાકાત સલમાનની એક પાર્ટીમાં જ થઈ હતી.

આ પણ વાંચોઃ અલકા યાજ્ઞિક વાયરલ એટેકનો બની શિકાર! સાંભળવાનું થયું બંધ, આઘાતમાં પડી સિંગર

Back to top button