ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરી

PM મોદી સાથે બેસીને રશિયન પ્રમુખ પુતિને ચલાવી ઇલેક્ટ્રિક કાર! જુઓ વીડિયો

Text To Speech
  • ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસ માટે રશિયાના પ્રવાસે

મોસ્કો, 9 જુલાઇ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસ માટે રશિયાના પ્રવાસે છે. PM મોદી મોસ્કોમાં પ્રમુખ પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે ઘણી ઉષ્મા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, લગભગ 5 વર્ષ બાદ વડાપ્રધાન મોદી સત્તાવાર મુલાકાતે રશિયા પહોંચ્યા છે. ત્યારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને PM મોદીને તેમના નિવાસસ્થાન નોવો-ઓગાર્યોવોમાં આવવા આમંત્રણ આપ્યું હતું. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેસીને રશિયન પ્રમુખ પુતિને ઇલેક્ટ્રિક કાર ચલાવી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

પુતિને પીએમ મોદી સાથે ઇલેક્ટ્રિક કાર ચલાવી

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને તેમના નિવાસસ્થાન નોવો-ઓગાર્યોવોમાં આમંત્રણ આપ્યું હતું. જ્યાં બંને નેતાઓએ સાથે ડિનર પણ કર્યું હતું. આ પછી વડાપ્રધાન મોદી અને વ્લાદિમીર પુતિને એક અનૌપચારિક પ્રાઈવેટ મીટિંગ પણ કરી હતી. આ કાર ડ્રાઇવિંગનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે.

PM મોદીએ પુતિનને શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન પ્રમુખ પુતિન માટે કહ્યું કે, હું ભારત અને રશિયાના સંબંધો માટે રાષ્ટ્રપતિ પુતિનની પ્રશંસા કરીશ. બે દાયકાથી વધુ સમયથી આ ભાગીદારીને મજબૂત બનાવવામાં તેમણે જબરદસ્ત કામ કર્યું છે. છેલ્લા 10 વર્ષમાં હું છઠ્ઠી વખત રશિયા આવ્યો છું અને આ વર્ષો દરમિયાન અમે 17 વખત એકબીજાને મળ્યા છીએ. આ તમામ બેઠકો વિશ્વાસ અને સન્માનને વધારતી રહી છે. અમારા વિદ્યાર્થીઓ જ્યારે સંઘર્ષમાં ફસાયા હતા ત્યારે ભારત પહોંચવામાં મદદ કરવા બદલ હું ફરી એકવાર પ્રમુખ પુતિનનો આભાર વ્યક્ત કરું છું.

આ પણ જુઓ: ‘આખું જીવન ભારતના લોકોને સમર્પિત કરી દીધું’, પુતિને પીએમ મોદીના કર્યા વખાણ

Back to top button