ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

રશિયન આર્મીમાં કામ કરતા ભારતીયો પરત ફરશે દેશ, PM મોદીએ પ્રમુખ પુતિન સમક્ષ ઉઠાવ્યો મુદ્દો

  • રશિયાના પ્રમુખ પુતિને પીએમ મોદીને પોતાના ઘરે ચા પીવા માટે આમંત્રણ આપ્યું હતું

મોસ્કો, 9 જુલાઇ: રશિયન આર્મીમાં કામ કરી રહેલા ભારતીયોનો વતન પરત ફરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. રશિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ વ્લાદિમીર પુતિન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રમુખ પુતિને PM મોદીના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. રશિયાના પ્રમુખ પુતિને પીએમ મોદીને પોતાના ઘરે ચા માટે આમંત્રણ આપ્યું હતું. અહીં બંને વચ્ચેની વાતચીત દરમિયાન PM મોદીએ રશિયન સેનામાં કામ કરતા ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન પુતિને પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

 

 

મોદી અને પુતિન ચા પીવા ભેગા થયા

PM મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે ચાની બેઠક દરમિયાન ઘણા મુદ્દાઓ પર અનૌપચારિક વાતચીત થઈ. આ દરમિયાન પુતિને પીએમ મોદીને ફરીથી વડાપ્રધાન બનવા પર અભિનંદન આપ્યા અને કહ્યું કે, આ PM તરીકે તમારા ઘણા વર્ષોના કામનું પરિણામ છે. ઉલ્લેખનીય છે કે, આજે PM મોદી મોસ્કોમાં પ્રમુખ પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક કરશે. લગભગ 5 વર્ષમાં પીએમ મોદીની રશિયાની આ પહેલી મુલાકાત છે, છેલ્લી વખત તેઓ 2019માં રશિયા ગયા હતા.

 

 

રશિયા-ભારત મંત્રણા…

પુતિને પીએમ મોદીને વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, આ PM તરીકે તમારા ઘણા વર્ષોના કામનું જ પરિણામ છે. તમારા પોતાના વિચારો છે. તમે ખૂબ મહેનતુ વ્યક્તિ છો, જે ભારત અને ભારતીય લોકોના હિતમાં પરિણામ પ્રાપ્ત કરવામાં સક્ષમ છે. મહત્ત્વપૂર્ણ છે કે, આજે PM મોદી મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક કરશે. લગભગ 5 વર્ષમાં પીએમ મોદીની રશિયાની આ પહેલી મુલાકાત છે, છેલ્લી વખત તેઓ 2019માં રશિયા ગયા હતા.

પુતિને પીએમ મોદીને કહ્યું: તમારું આખું જીવન…

બેઠક દરમિયાન પુતિને કહ્યું કે, વડાપ્રધાન મોદીએ તેમનું આખું જીવન તેમના લોકોની સેવા માટે સમર્પિત કર્યું છે અને લોકો તેને અનુભવી શકે છે. મોસ્કોની બહાર સત્તાવાર નિવાસસ્થાને ચા પર બંને રાષ્ટ્રના વડાઓ વચ્ચે અનૌપચારિક બેઠક દરમિયાન મોદીએ તેમના દેશમાં તાજેતરની ચૂંટણીઓને યાદ કરી અને કહ્યું કે, ભારતના લોકોએ તેમને માતૃભૂમિની સેવા કરવાની તક આપી છે. જેના પર પુતિને કહ્યું કે, “તમે તમારું આખું જીવન ભારતીય લોકોની સેવા માટે સમર્પિત કર્યું છે અને તેઓ તેને અનુભવી શકે છે.”  અહેવાલ મુજબ, વડાપ્રધાન મોદીએ હસતા હસતા કહ્યું, “તમારી વાત સાચી છે, મારું એક જ લક્ષ્ય છે: મારો દેશ અને તેની જનતા.”

આ પણ જુઓ: યુક્રેનમાં બાળકોની હોસ્પિટલ સહિત પાંચ સ્થળોએ રશિયાનો હુમલો, 30થી વધુ લોકોના મૃત્યુ

Back to top button