સિદ્ધાર્થ-કિયારા આ પેલેસમાં લેશે સાત ફેરા , જાણો કેટલું છે 1 રૂમનું ભાડુ
બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ઘણા સમયથી રિલેશનશીપમાં રહ્યા બાદ તેઓ ફાઈનલી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.આ દિવસોમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ફેન્સમાં ઉત્સાહનો માહોલ છે.
લગ્નની તારિખને લઈને સામે આવી માહીતી
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનામા ચાહકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેમના લગ્નની વાતો થઈ રહી હતી. ત્યારે ફાઈનલી તેઓ કરવા માટે જઈ રહ્યા છે. સિદ્ધાર્થ અને કિયારાએ તેમના લગ્નની તારિખ અને સ્થળની વિગતો સામે આવી છે. જે મુજબ આ કપલના લગ્નના ફંક્શન 5 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 8 ફેબ્રુઆરી સુધી ચાલશે. અને 6 ફેબ્રુઆરીના રોજ તેઓ લગ્ન કરશે.
આ મહેલમાં યોજાશે લગ્ન
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ પછી આ વર્ષે બીજા સૌથી મોટા લગ્ન સિદ્ધાર્થ અને કિયારાના હશે. સિદ્ધાર્થ અને કિયારા શાહી અંદાજમાં લગ્ન કરવા માટે જઈ રહ્યા છે. આ માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સિદ્ધાર્થ અને કિયારાએ લગ્ન માટે જેસલમેરના આલીશાન પેલેસ સૂર્યગઢની પસંદગી કરી છે.
જાણો શું છે તેમાં ખાસ
રાજસ્થાનમાં આવેલ જેસલમેરનો સૂર્યગઢ પેલેસ તેના શાહી દેખાવ માટે જાણીતો છે. સૂર્યગઢનો દરેક ઓરડો ભવ્ય અને શાહી અનુભવ આપે છે. સૂર્યગઢનો દરેક ઓરડો સૌથી સુંદર અને મોંઘો છે. રાત્રીના સમયે લોકગીતો, રણ અને ચારે તરફ સળગતી રોશનીથી મહેલનો નજારો અલગ જ દેખાય છે.
સૂર્યગઢનો સૌથી સુંદર અને મોંઘો ઓરડો
સૂર્યગઢનો સૌથી સુંદર અને મોંઘો ઓરડો થાર હવેલી છે . જેમાં ઇન્ડોર પૂલ સાથે 3 બેડરૂમ અને અદભૂત દૃશ્ય છે. આ રૂમનું એક રાતનું ભાડું 1,30,000 રૂપિયા છે.
એક દિવસનું ભાડું 24,000 થી 76,000 રૂપિયા
ઓફિશિયલ વેબસાઈટમા જણાવ્યા અનુસાર, જો કોઈને ફેબ્રુઆરી મહિનામાં સૂર્યગઢમાં રહેવાનો પ્લાન છે તો એક દિવસનું ભાડું 24,000 થી 76,000 રૂપિયાની આસપાસ છે. જાણકારી મુજબ સિદ્ધાર્થ અને કિયારાને આ જગ્યા ખૂબ જ પસંદ આવી હતી, ત્યારબાદ તેઓએ અહીં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો : બજેટ-2023 : દેશની સુરક્ષા માટે કેટલો થશે ખર્ચ ? પડોશી દેશ સામે શું છે બજેટમાં ફાળવણી