Sidharth Kiara Wedding: સિદ્ધાર્થે નહીં પણ કિયારાએ ડાન્સ કરતાં લગ્નમાં કરી હતી એન્ટ્રી, જુઓ વીડિયો


બોલિવુડના સ્ટાર કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્ન કર્યા હતા. ત્યાર પછી બંનેના લગ્નની તસવીરો અને વીડિયોની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જ્યારે આ વચ્ચે કિયારા અડવાણીએ તેના લગ્નનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી રહી છે. કિયારા અડવાણી દુલ્હનના ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.
સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની ચર્ચા લાંબા સમયથી B-Town માં થઈ રહી હતી. જે વચ્ચે કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના ડ્રીમી વેડિંગનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં કિયારા દુલ્હનના કપડાં પહેરીને સ્ટેજ પર પ્રવેશે છે અને સાથે જ તે ડાન્સ કરતાં સિદ્ધાર્થ સુધી પહોંચે છે. સિદ્ધાર્થને જયમાલા પહેરાવે છે. તેના સુંદર હાવભાવ જોવા લાયક છે.
View this post on Instagram
આ પછી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ એકબીજાને જયમાલા પહેરાવી અને પછી બધાની સામે એકબીજાને કિસ કરે છે અને ત્યારે જ દંપતી પર ફૂલોની વર્ષા શરૂ થાય છે. આ દરમિયાન લગ્નમાં આવેલા મહેમાનો કપલને ચીયર કરે છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે કિયારા અડવાણીએ લગ્નની તારીખ 07.02.23 લખી છે.
સિદ્ધાર્થ અને કિયારાનો આ વીડિયો ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. ફેન્સ કપલને શુભેચ્છા પાઠવી રહ્યા છે. અગાઉ, કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સાત ફેરા લીધા પછી તેના લગ્નની તસવીરો પોસ્ટ કરી હતી. તસવીરોમાં બંને સ્ટાર્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. કિયારા અડવાણીએ કેપ્શનમાં લખ્યું, ‘હવે અમારું કાયમી બુકિંગ થઈ ગયું છે. અમે તમારાથી આગળની યાત્રા માટે પ્રેમ અને આશીર્વાદની ઇચ્છા કરીએ છીએ.
આ પણ વાંચો : સિદ્ધાર્થએ કિયારાને પહેરાવ્યું કરોડોનું મંગલસૂત્ર, કિંમત જાણીને ચોંકી જશો