સાતમી વખત અટક્યું શુભાંશુ શુક્લાનું અવકાશી મિશન: હવે ક્યારે લોન્ચ થશે?

ભુજ, 20 જુન 2025: NASA, Axiom, Indian Pilot 22મી જુને અવકાશમાં ઉડાન ભરનારુ મિશન ફરીથી અટકી ગયું છે. NASA, Axiom Space અટકી જવાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જાહેરાત કરવામાં આવી છે. આ મિશન સતત સાતમી વખત અટવાઇ ગયું છે. જેમાં ભારતીય અવકાશયાત્રી પાયલોટ શુભાંશુ શુક્લા જવાના છે.
ઉડાન ભરવાની રાહ
એક્સિઓમ મિશન 4 ની લોન્ચિંગ તારીખ ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે. ટેકનિકલ ખામીને કારણે તે મુલતવી રાખવામાં આવ્યું છે. શુભાંશુ શુક્લા લાંબા સમયથી અવકાશમાં ઉડાન ભરવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ટેકનિકલ ખામીઓને કારણે મિશનની તારીખ વારંવાર મુલતવી રાખવામાં આવી રહી છે.
નવી તારીખની જાહેરાત નહીં
હવે મિશન ક્યારે લોન્ચ થશે તેની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. શુભાંશુ શુક્લા એક્સિઓમ મિશન 4 હેઠળ અવકાશમાં જવાના છે. આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે. એક્સિઓમ મિશન 4 ની લોન્ચ તારીખ સાતમી વખત મુલતવી રાખવામાં આવી છે.
.@NASA, @Axiom_Space, and @SpaceX continue reviewing launch opportunities for Axiom Mission 4. NASA is standing down from a launch on Sunday, June 22, and will target a new launch date in the coming days. https://t.co/GKAvaAd4UH
— International Space Station (@Space_Station) June 19, 2025
શું કહ્યું સોશિયલ મીડિયા X ઉપર?
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરી. જેમાં જણાવ્યું હતું કે, NASA, Axiom Space અને SpaceX સતત લોન્ચ શક્યતાઓ પર નજર રાખી રહ્યા છે. NASA એ 22 જૂનની લોન્ચ તારીખ મુલતવી રાખી છે. @NASA, @Axiom_Space, અને @SpaceX એક્સિઓમ મિશન 4 માટે લોન્ચ તકોની સમીક્ષા કરવાનું ચાલુ છે.
શુભાંશુ શુક્લા હાલમાં ક્યાં છે?
આ મિશન પર જઈ રહેલા ક્રૂ મેમ્બર્સ હાલમાં ફ્લોરિડામાં છે. ક્રૂ મેમ્બર્સ 14 મેથી ક્વોરેન્ટાઇનમાં છે. લિફ્ટ-ઓફ માટેનો સમય 30 જૂન સુધી ખુલ્લો છે. પરંતુ જો કોઈ કારણોસર, સમયમર્યાદા ચૂકી જાય, તો લોન્ચ જુલાઈમાં ઉપલબ્ધ થશે.
ક્યારે મિશન શરૂ થવાનું હતું?
અવકાશયાત્રીઓ આ મિશન માટે 29 મેના ઉડાન ભરવાના હતા. ત્યારબાદ 8 જૂન, 10 જૂન અને 11 જૂન, 19 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. 22 જૂનના લોન્ચ થવાનું હતું, પરંતુ તે ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Ohh No.. Take care : Google અને Appleના કેટલા અરબ લોકોના પાસવર્ડ લીક થયા? વાંચો સનસનિખેજ ખુલાસો
આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં વધુ વરસાદ? કેટલા તાલુકા થયા તરબતર












