

હેલ્થ ઈન્સ્યુરન્સ તો લગભગ દરેક પરિવાર માટે અનિવાર્ય થતો જાય છે. નવા નવા રોગો, અકસ્માતોની વધતી સંખ્યા આ તમામ બાબતોને કારણે હવે હેલ્થ ઈન્સ્યુરન્સની માંગ વધી રહી છે. તો બીજી તરફ અલગ-અલગ કંપનીઓ પણ પણ હેલ્થ ઈન્સ્યુરન્સના નવા પ્લાન બજારમાં લાવી રહી છે.
આવી વિવિધ સ્કીમ જેવી જ એક સ્કીમ છે, મલ્ટિ-યર હેલ્થ ઈન્સ્યુરન્સ. આ પોલિસીમાં એક સાથે બે-કે ત્રણ વર્ષનું પ્રિમિયમ ચૂકવવાનું હોય છે. માટે પોલિસી ધારકને દર વર્ષે ચૂકવવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. એ ઉપરાંત બીજો ફાયદો એ છે કે તેનું પ્રિમિયમ સરખું જ રહે છે.
લાંબા સમય માટે પ્રિમિયમ ચૂકવવાનું હોય તો આર્થિક રીતે પણ લાભ થાય છે.કલમ 80-ડી હેઠળ ટેક્સનો દર વર્ષે લાભ મળે છે. કેટલીક કંપનીઓ પ્રિમિયમમાં પણ ઈએમઆઈની સુવિધા આપતી હોય છે. આમ તો આ પોલિસી રેગ્યુલર પોલિસી જેવી જ હોય છતાં પણ લેતાં પહેલા તેના દસ્તાવેજો બરાબર ચેક કરી લેવા જોઈએ. કેમ કે પ્રિમિયમ ચૂકવવા ટાણે વીમા કંપનીઓ પાસે અનેક જાતના બહાના તૈયાર જ હોય છે.
આ પણ વાંચો: તમે મફત રાશન લીધું છે? તો હવે આ પણ લાભ પણ મળશે….