બિઝનેસ

સરકારની તિજોરીમાં ટેક્સ કલેક્શનથી 30 ટકાનો વધારો, જાણો ક્યાંથી થઈ કેટલી આવક ?

Text To Speech

દેશના ગ્રોથ એન્જીનમાં સૌથી મહત્વનો રોલ પ્લે કરતાં ટેક્સ કલેકશનમાં ચાલુ નાણાંકીય વર્ષમાં વધારો જોવા મળ્યો છે. એડવાન્સ ટેક્સ કલેક્શનમાં વધારાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 30 ટકા વધીને રૂ. 8.36 લાખ કરોડ થયું છે.

તાજેતરમાં નાણા મંત્રાલયે આ જાણકારી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23 માટે અત્યાર સુધી (રિફંડ માટે એડજસ્ટમેન્ટ પહેલાં) પ્રત્યક્ષ કરની કુલ વસૂલાત રૂ. 8,36,225 કરોડ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામા રૂ. 6,42,287 કરોડ હતી જેના કરતાં 30 ટકા વધુ છે.

કુલ કલેક્શનમાં કોનો કેટલો હિસ્સો?

એપ્રિલ-સપ્ટેમ્બર માટે સંચિત એડવાન્સ ટેક્સ કલેક્શન 17 સપ્ટેમ્બરના રોજ રૂ. 2,95,308 કરોડ હતું. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં 17 ટકા વધુ હતું. 8.36 લાખ કરોડના કુલ કલેક્શનમાંથી રૂ. 4.36 લાખ કરોડ કોર્પોરેટ આવકવેરામાંથી અને રૂ. 3.98 લાખ કરોડ વ્યક્તિગત આવકવેરા (PIT)માંથી આવ્યા છે એમ નિવેદનમાં જણાવાયું છે. PITમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : વિશ્વભરમાં સૌથી વધુ સોનુ ભારતીય મહિલાઓ….

રિફંડ માટે એડજસ્ટમેન્ટ બાદ ચોખ્ખું કલેક્શન 23 વધ્યું

આ સિવાય તમને જણાવી દઈએ કે સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત છ મહિનાની નીચી સપાટી પર લાવી દીધી છે. તેને જોતા ક્રૂડ ઓઈલ નિકાસકારોને મોટી રાહત આપવામાં આવી છે. સરકારે ક્રૂડ ઓઈલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ 13,300 રૂપિયાથી ઘટાડીને 10,500 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. આ સાથે ડીઝલ પર લાગુ નિકાસ જકાત ઘટાડીને 5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. અગાઉ તે 7 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 13.50 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા જારી કરાયેલા નવા દરો 17 સપ્ટેમ્બરની મધરાતથી અમલમાં આવ્યા છે.

Back to top button