ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં શિક્ષકોની અછત : રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી કરવાની દિશામાં વધી રહી છે આગળ

Gujarat News : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત છે. ત્યારે આ બબને હાલ શિક્ષણ વિભાગ સક્રિય બન્યો છે. ત્યારે શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE) હેઠળ નક્કી કરાયેલા ધોરણો મુજબ રાજ્યની કેટલીક શાળાઓમાં જરૂરીયાતના પ્રમાણમાં શિક્ષકો ઉપલબ્ધ નથી. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની સીધી ભરતી કરવા માટે પગલા લેવાઈ રહ્યા છે.

સરકારની મંજૂરી મળતા ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

 

ત્યારે આ અંગે પ્રાથમિક શિક્ષક નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી રાજ્યમાં ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ રોસ્ટર તૈયાર કરવા આદેશ અપાયો છે. જેથી સરકાર તરફથી મંજૂરી મળતા ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

રાજ્યમાં ધો. 6થી 8 માટે કુલ 2637 શિક્ષકોની જરૂરિયાત

 

મળતી માહિતી અનુસાર, ધોરણ 6થી 8 માટે રાજ્યમાં કુલ 2637 શિક્ષકોની જરૂરિયાત છે, હાલ માત્ર 1587 શિક્ષકો જ કાર્યરત છે. આ વિભાગમાં કુલ 1050 શિક્ષકોની અછત છે. તેમજ ધોરણ 1થી 8 માટે જરૂરી 1101 શિક્ષકો સામે હાલમાં માત્ર 828 શિક્ષકો ઉપલબ્ધ હોવાથી 273 શિક્ષકોની ખોટ ઊભી થઈ છે. શિક્ષણવિદોનું માનવું છે કે, શિક્ષકોની અછતના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોની શાળાઓમાં એક જ શિક્ષકને અનેક વિષયો ભણાવવાની ફરજ પડતી હોવાના કારણે શિક્ષણની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ઘણા સ્થળોએ RTE મુજબના શિક્ષક-વિદ્યાર્થી અનુપાતનું પણ પાલન થઈ રહ્યું નથી.

મળતી માહિતી અનુસાર, સરકારનો હેતુ આગામી શૌક્ષણિક સત્ર શરૂ થયા પહેલા શક્ય તેટલી ખાલી જગ્યા ભરવાનો છે. જેથી વિદ્યાર્થીઓ નિયમિત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે. શિક્ષણ વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ તે માટે રોસ્ટર સિસ્ટમ અનુસાર કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો : 10 રાજ્યોની 24 રાજ્યસભા સીટો પર ચૂંટણીની જાહેરાત, આ તારીખે થશે મતદાન, જાણો ગુજરાતની કેટલી છે સીટ

Back to top button