ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકન ફાઇટર જેટને તોડી પાડો, રૂ. 1.41 કરોડનું ઇનામ મેળવો…જુઓ કોણે કર્યું એલાન ?

  • ઓઇલ ડ્રિલિંગ સાધનો બનાવતી કંપનીએ રશિયન સંરક્ષણ મંત્રાલયને આપી ઓફર
  • યુક્રેનમાં અમેરિકન ફાઈટર જેટને તોડી પાડનાર રશિયન સૈનિકને મળશે ઈનામ

મોસ્કો, 17 જુલાઈ : યુક્રેનમાં અમેરિકન ફાઇટર જેટ F-15 અને F-16ને તોડી પાડનાર રશિયન સૈનિકને સરકાર તરફથી 15 મિલિયન રુબેલ્સ મળશે. એટલે કે રૂ. 1.41 કરોડ. રશિયાએ આ જાહેરાત એટલા માટે કરી છે કારણ કે અમેરિકા સહિત અન્ય યુરોપીયન દેશો યુક્રેનની મદદ માટે આવા ફાઈટર જેટ આપી રહ્યા છે.

રશિયન સમાચાર એજન્સી TASS દ્વારા પણ કરાઈ પુષ્ટિ

ગઈકાલે જુલાઈ 16, 2024 ના રોજ, એક રશિયન ઓઇલ ડ્રિલિંગ સાધનો બનાવતી કંપનીએ કોઈપણ રશિયન ફાઇટર F-16 અથવા 15ને તોડી પાડવાની ઓફર કરી છે. જે તોડી પાડશે તેને 15 મિલિયન રુબેલ્સ આપવામાં આવશે. કંપનીએ આ ઓફર તેના વતી રશિયન સંરક્ષણ મંત્રાલયને આપી હતી. આ સમાચારની પુષ્ટિ રશિયન સમાચાર એજન્સી TASS દ્વારા પણ કરવામાં આવી છે.

રશિયન સૈનિકોને યુક્રેનિયન ટેન્કને નષ્ટ કરવા બદલ કરાઈ રહ્યા છે સન્માનિત

કંપનીના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફોર સોશિયલ વર્ક ઇલિયા પોટેનિને એક વીડિયો જાહેર કરીને આ વાત કહી. તેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં અમેરિકન ફાઈટર જેટને તોડી પાડનાર રશિયન સૈનિકને આ ઈનામ મળશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે કેટલાક રશિયન સૈનિકોને યુક્રેનિયન ટેન્કને નષ્ટ કરવા બદલ સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : જાણો શું છે મની બિલ ? સુપ્રીમ કોર્ટમાં આખરે કેમ સરકારનું આ બિલ છે ‘બ્રહ્માસ્ત્ર’?

અગાઉ પણ આવી જ જાહેરાત કરાઈ હતી

આ પહેલા ફોર્સ કંપનીના સીઈઓ સર્ગેઈ શ્મોટ્યેવે જૂનમાં આવી જ જાહેરાત કરી હતી. સર્ગેઈએ કહ્યું હતું કે જે સૈનિક યુક્રેનની પ્રથમ ટેન્કને નષ્ટ કરશે તેને 50 લાખ રુબેલ્સ એટલે કે 4.73 કરોડ રૂપિયા મળશે અને ત્યારપછીની ટેન્કને નષ્ટ કરવા બદલ તેને 5 લાખ રુબેલ્સ એટલે કે 47.50 લાખ રૂપિયા મળશે. ત્યારે હવે ફાઈટર જેટને તોડી પાડવા બદલ ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

ડચ અને ડેનિશ સરકાર સંયુક્ત રીતે યુક્રેનને ફાયટર જેટ

હાલમાં, ડચ અને ડેનિશ સરકાર સંયુક્ત રીતે યુક્રેનને F-16 ફાઇટર જેટ પ્રદાન કરી રહ્યા છે. એવી અપેક્ષા છે કે યુક્રેનને આ ફાઈટર જેટ્સનો પહેલો કન્સાઈનમેન્ટ બહુ જલ્દી પ્રાપ્ત થશે. ટ્રાન્સફરની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. યુરોપિયન દેશોએ સંયુક્ત રીતે યુક્રેનને 85 F-16 ફાઈટર જેટ આપવાનું કહ્યું છે. જેથી યુક્રેનની તાકાત વધી શકે.

F-16 ફાઈટર જેટ ખતરનાક મિસાઈલથી સજ્જ

આ સિવાય નોર્વે અને બેલ્જિયમ પણ 50 થી વધુ F-16 ફાઈટર જેટ આપવા તૈયાર છે. આ જેટ 2028 સુધીમાં યુક્રેનને પહોંચાડવામાં આવશે. નોર્વે તેની તરફથી 22 ફાઈટર જેટ મોકલવા જઈ રહ્યું છે. F-16 એવા ફાઈટર જેટ્સ છે જે AIM-9L સાઇડવિન્ડર મિસાઈલથી સજ્જ છે. આ મિસાઈલ રશિયાની ટેન્ક, પ્લેન અને હથિયારોને નષ્ટ કરશે. આ સિવાય AIM-120 એડવાન્સ મિડિયમ રેન્જ મિસાઈલથી પણ સજ્જ છે. ગ્રાઉન્ડ એટેક માટે આ ફાઈટર જેટ્સમાં AGM-65G Maverick, GBU-12, GBU-24, GBU-31 અને JDAM બોમ્બ લગાવી શકાય છે. આ ફાઈટર જેટ 20 એમએમની વલ્કન તોપથી પણ સજ્જ છે. મતલબ કે સામેથી આવતા ફાઈટર જેટ પર ઘાતક હુમલો થઈ શકે છે.

આ પણ વાંચો : ઓલિમ્પિક 2024: ભારતીય ખેલાડીઓ વિવિધ રમતોમાં મૅડેલ જીતવા સજ્જ

Back to top button