ટ્રેન્ડિંગમનોરંજનવર્લ્ડ

ફેશન જગતમાં છવાયો શોક: ઇક્વાડોરની ફેમસ મોડલની રેસ્ટોરન્ટમાં હત્યા

  • ભયાનક ઘટના સામે આવેલા CCTV ફૂટેજમાં કેદ થઈ
  • હત્યાનું કારણ હજુ અકબંધ

નવી દિલ્હી, 5 મે 2024, ફેશન જગતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 2022 મિસ ઇક્વાડોર સ્પર્ધામાં ભાગ લેનાર 23 વર્ષીય લેન્ડી પેરાગા ગોયબુરોની ક્વેવેડો શહેરમાં એક રેસ્ટોરન્ટમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુમાં વધુ તપાસ હાથ ધરી છે.

કોણ હતી આ બ્યુટી કવિન?
એક ઇક્વાડોરિયન બ્યુટી ક્વીન, જે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ હતી. એક્વાડોરની મોડલ લેન્ડી ગોયબુરો એક કુખ્યાત ગેંગ લીડર સાથે સંબંધમાં હતી. કે 23 વર્ષની નાની ઉંમરે લેન્ડી પર્રાગા ગોયબુરો ભૂતપૂર્વ બ્યુટી ક્વીન તરીકે ચર્ચામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેના 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા. આ સિવાય લેન્ડીએ પોતાની સ્પોર્ટસવેર લાઇન પણ ચલાવી હતી. ગોયાબુરોનું ડ્રગ સ્મગલર લીએન્ડ્રો નોરેરો સાથે અફેર હોવાનું કહેવાય છે, જેનું એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં જેલમાં રમખાણો દરમિયાન મૃત્યુ થયું હતું.

CCTV ફૂટેજમાં ભયાનક ઘટના કેદ થઈ
આ ભયાનક ઘટના સામે આવેલા CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે બે બંદૂકધારી રેસ્ટોરન્ટમાં પહોંચ્યા અને લેન્ડીને તેમજ તેની જોડે હાજર એક વ્યક્તિને ગોળી મારી દીધી. એક બંદૂકધારીએ ગોળીબાર કરી રહ્યો હતો અને બીજો દરવાજે ઊભો રહીને નજર રાખી રહ્યો હતો ફાયરિંગ કર્યા બાદ બંને આરોપી ત્યાંથી નાસી છૂટયા હતા.

આરોપીને કઈ રીતે પડી લોકેશનની ખબર? શું કહ્યું પોલીસે ?
આ ઘટનાના થોડા મિનિટ પહેલા જ લેન્ડી પેરાગાએ રેસ્ટોરન્ટમાં જમતી વખતે કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં તેને પોતાનું લોકેશન પણ શેર કર્યું હતું. ત્યારબાદ આરોપીને લોકેશનની ખબર પડી અને બે બંદૂકધારી રેસ્ટોરન્ટમાં પંહોચી બ્યુટી ક્વીનને સ્થળ પર જ ગોળી મારીને હત્યા કરી ભાગી છૂટયા હતા. પોલીસ તપાસ કરી રહી છે કે શું લેન્ડી પેરાગા ગોયાબુરોની હત્યા માટે કરારબદ્ધ રીતે ગોઠવણ કરી હશે. ગોયબુરોનું નામ ભ્રષ્ટાચારની તપાસમાં પણ સામે આવ્યું હતું જેણે ન્યાયિક અધિકારીઓને સંગઠિત અપરાધ સાથે જોડ્યા હતા. આ હુમલા પાછળનો હેતુ શું હતો તે હજુ સુધી બહાર આવ્યું નથી. હાલ પોલીસે ગુનેગારોની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો..સલમાન હાઉસ ફાયરિંગ કેસમાં આરોપીની આત્મહત્યા કે સાજિશ? આરોપીનો પરિવાર પહોંચ્યો હાઈકોર્ટ

Back to top button