T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

ચમકતો ‘સૂર્ય’કુમાર : ICC T20 ફોર્મેટમાં વિશ્વનો નંબર 1 બેટ્સમેન બન્યો સૂર્યા.

Text To Speech

એડિલેડ ખાતે રમાઈ રહેલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં સૂર્યકુમાર યાદવે આજે 30 રન બનાવ્યાં હતાં. આ રનની સાથે સૂર્ય કુમાર યાદવ હવે ICC T20 રેન્કિંગમાં ટોચ પર આવી T20 ફોર્મેટમાં વિશ્વનો નંબર 1 બેટ્સમેન બની ગયો છે. સાઉથ આફ્રિકા સામેની અડધી સદી બાદ તેને 863 પોઈન્ટ મળ્યા હતાં. સૂર્યકુમારને છેલ્લી મેચની અડધી સદીનો ફાયદો મળ્યો અને તે હાલ ટોપ પર પહોંચી ગયો છે. સૂર્યાએ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધો છે.

આ પણ વાંચો : IND vs BAN LIVE : ભારત-બાંગ્લાદેશ મેચમાં વરસાદનું વિધ્ન, ભારતનું મેચ જીતવું વધું મુશ્કેલ, 7 ઓવર બાદ બાંગ્લાદેશ 66/0

સૂર્યકુમારે રિઝવાનને પાછળ છોડ્યો

ICC T20 રેન્કિંગમાં બેટિંગની વાત કરવામાં આવે તો હાલ સૂર્યકુમાર બેટિંગના રેન્કિંગમાં શિખરે છે. પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન 842 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે.  સૂર્યકુમાર અને રિઝવાન વચ્ચે 21 રેટિંગ પોઈન્ટનો તફાવત છે. એટલે કે સૂર્યા રિઝવાનથી 21 પોઈન્ટ ઉપર છે. ન્યુઝીલેન્ડનો ડેવોન કોનવે 792 પોઈન્ટ સાથે ત્રીજા, પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 780 પોઈન્ટ સાથે ચોથા અને સાઉથ આફ્રિકાનો એઈડન માર્કરામ 767 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે.

suryakumar Yadav - Hum Dekhenge News
suryakumar Yadav

વર્ષ 2022માં 960 રન બનાવ્યાં

માર્ચ 2021માં ભારત માટે T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યા બાદ સૂર્યકુમાર યાદવે પુષ્કળ રન બનાવ્યાં છે. આ દરમ્યાન તેણે કુલ 38 આંતરરાષ્ટ્રીય T20 મેચો રમી છે, જેમાં તેણે 177.31ની સ્ટ્રાઈક રેટથી 1204 રન બનાવ્યા છે, જેમાં  960 રન તો માત્ર વર્ષ 2022માં જ બનાવ્યાં છે. આ રનમાં તેની 11 અડધી સદી અને 1 સદી સામેલ છે. ટીમ ઈન્ડિયામાં જોડાતા પહેલા તેણે IPLમાં 136.78ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી.

Back to top button