મોદીની સામે પોતાને શિખંડી ગણાવનાર હિમાંગી સખીનો વારાણસીમાં લલકાર
- વારાણસીમાં મોદીની સામે લડી રહ્યા છે હિમાંગી સખી
- કિન્નર સમાજને મળવું જોઈએ લોકસભા-વિધાનસભામાં આરક્ષણ
- અખિલ ભારતીય હિંદુ મહાસભાના ઉમેદવાર હિમાંગી સખી
વારાણશી,13 એપ્રિલ : દેશની સૌથી જુની અને આધ્યાત્મિક નગરી વારાણશી સીટ પર પીએમ મોદી સામે કિન્નર સમાજની અખિલ ભારતીય હિંદુ મહાસભા તરફથી ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવી છે. તેમણે કહ્યું છે કે હું ગંગા પુત્ર મોદીની સામે શિખંડી બનીને ચૂંટણી લડીશ. સમાજના હક માટે ચૂંટણી લડી રહેલા હિમાંગી સખીએ જણાવ્યું હતું કે જો દેશના રાજા મારી માંગણી સ્વીકારશે તો મારે આ બધું કરવાની કંઈ જરૂર નથી.
સમાજના હક માટેની આ લડાઈ
આ વિશે વધુ જણાવતા કહ્યું કે, જે કામ અખિલ ભારતીય હિંદુ મહાસભાના ચક્રપાણિ મહારાજે મને તક આપીને કર્યું છે તે કામ જો દેશના રાજાઓ કરશે તો મને ઘણો જ આનંદ થશે. હું મારા સમાજને આગળ વધારવા માટે અને સંસદમાં પોતાની વાત રજુ કરવા માટે ચૂંટણી લડી રહી છું. જો કિન્નરો સમાજનો ભાગ છે તો આપણા દેશના રાજા કેમ ચૂપ બેઠા છે? શા માટે તેઓ કિન્નર સમાજને મેન સ્ટ્રીમમાં નથી લાવી રહ્યા? દેશમાં 10 વર્ષથી શાસન કરતી મોદી સરકારે કિન્નરોના વિકાસ માટે શું કામ કર્યું ? શા માટે કિન્નર સમાજ હજુ પણ રસ્તા પર ભીખ માંગી રહ્યો છે?
હિમાંગી સખીની માંગ
કિન્નર સમાજ માટે શિક્ષણ, કિન્નરોનો સમાજની મુખ્યધારામાં સમાવેશ, કિન્નર બચાવો અને કિન્નર ભણાવો એજન્ડા સાથે આ પ્રકારની વિવિધ માંગ કરી હતી. જો કિન્નરોને શિક્ષિત કરવામાં આવશે તો તેઓને રસ્તાઓ પર ઊભા રહીને ભીખ માંગીને ગુજરાન નહીં કરવું પડે.
કોણ છે રાહુલ ગાંધી?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિશે પુછવામાં આવતા હિમાંગી સખીએ ક્હ્યું કે, કોણ છે રાહુલ ગાંધી? હું તેમને નથી ઓળખતી અને મારે કેમ કોઈના વિશે ખોટી વાત કરવી? રાહુલ ગાંધી હોય કે દેશના રાજા હોય બધાએ શિખંડીની આગળ શરણાગતી સ્વીકારવી પડશે.
આમ, વારાણસીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાને શિખંડી ગણાવતા હિમાંગી સખીએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે એક-એક સીટ આરક્ષિત કરવાની માંગ સાથે કહ્યું કે, પોતાને ગંગા પુત્ર કહેનારા મોદીની સામે ઊભી છું. તેમણે શિખંડીને સ્વીકારવી પડશે. જો ગંગાપુત્ર શંખનાદ કરી શકે છે તો શિખંડી શું-શું નથી કર શકતી?
આ પણ વાંચો: આસામમાં ચૂંટણી બાદ બહુપત્નીત્વ પર પ્રતિબંધ, UCC પણ લાગૂ થશે: CM હિમંતા બિસ્વા સરમા