ટોપ ન્યૂઝનેશનલ

શરદ પવારે PM મોદીના કર્યા વખાણ, કહ્યું- “દેશની પ્રતિષ્ઠાની વાત આવે તો રાજકીય મતભેદ ન હોવા જોઈએ”

Sharad Pawar : NCP ચીફ શરદ પવાર ઘણી વખત રાજકીય મતભેદ છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતા રહે છે. ત્યારે ફરી એકવાર તેમને કહ્યું કે, જ્યારે વૈશ્વિક સ્તર પર દેશની પ્રતિષ્ઠાની વાત આવે છે તો તેના પર રાજકીય મતભેદ ન હોવા જોઈએ. રાષ્ટ્રીય સન્માન દરેક રાજકીય મતભેદોથી ઉપર છે. તેઓએ કહ્યું કે, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે. રાજકીય મુદ્દાઓ પર અમારી તેમને સલાહ હોય શકે છે. પરંતુ જ્યારે દેશની પ્રતિષ્ઠા અને સન્માનના કેસમાં રાજકીય મતભેદ કે વિવાદ થવો જોઈએ નહીં.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

એનસીપીના ચીફે કહ્યું કે, આપણે એ ન ભૂલવું જોઈએ કે પ્રધાનમંત્રી તરીકે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશની પ્રતિષ્ઠા બનાવવા માટે કામ કરી રહ્યા છે. મંગળવારે સાંજે મુંબઈમાં એક કાર્યક્રમ દરમ્યાન તેઓએ કહ્યું હતું કે, જ્યારે પણ રાષ્ટ્રીય હિતમાં સામૂહિક રીતે કામ કરવાનો પ્રસંદ મળે તો દરેકે એક સમાન ઉદ્દેશ સાથે આગળ વધવું જોઈએ. આ સાથે જ દેશની પ્રતિષ્ઠાને મજબૂત કરવા યોગદાન આપવું જોઈએ.

ઈન્દિરા ગાંધી- નરસિન્હા રાવનો કર્યો ઉલ્લેખ

 

પૂર્વ પ્રધાનમંત્રીઓનો ઉલ્લેખ કરતા તેમને કહ્યું કે, ઈન્દિરા ગાંધી, પી.વી. નરસિમ્હા રાવ જેવા નેતાઓએ હંમેશા દેશના ભવિષ્ય અને તેની પ્રતિષ્ઠાને પોતાના  નેતૃત્વના કેન્દ્રમાં રાખ્યું છે. પવારે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતની બહાર દેશની પ્રતિષ્ઠાની રક્ષા માટે કામ કરી રહ્યા છે. અમારા રાજકીય વિચારો અલગ હોય શકે છે. જ્યારે રાષ્ટ્રના સન્માનની વાત હોય તો રાજકીય મતભેદોને વચ્ચે લઈ આવવા જોઈએ નહીં. કેટલાક લોકો હાલ અલગ-અલગ પાર્ટીમાં હોય શકે છે, પરંતુ તમે બધા સામાન્ય લોકોની સાથે સંકળાયેલા છો અને સમાજ પ્રત્યે તમારી પ્રતિબદ્ધતાને બનાવી  રાખી છે.

આ પણ વાંચો : Explainer : મીઠાશ, નોસ્ટાલ્જિયા અને ઈમોશન, વાંચો ‘Melodi’ ટોફીની રોચક કહાની

Back to top button