ટ્રેન્ડિંગનેશનલ

શરમજનક! ભાઈએ જ બહેનની જિંદગી બરબાદ કરી, આ રીતે ખૂલી હેવાનિયતની પોલ

ગ્વાલિયર, 7 નવેમ્બર: મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લાના થાટીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સંબંધોને કલંકિત કરતો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકે પોતાની પિતરાઈ બહેન સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો. જ્યારે યુવતી પ્રેગ્નેન્ટ થઈ, ત્યારે આ ઘૃણાસ્પદ કૃત્યનો ખુલાસો થયો.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે 20 ઓગસ્ટ 2025 ના રોજ તે કરિયાણાનો સામાન લેવા જઈ રહી હતી, ત્યારે જ કાકાનો દીકરો (પિતરાઈ ભાઈ) તેને જબરદસ્તી રૂમમાં ખેંચી ગયો અને દરવાજો બંધ કરીને દુષ્કર્મ આચર્યું.

ડરના કારણે યુવતી ચૂપ રહી, પરંતુ જ્યારે તેને ગર્ભ રહી ગયો હોવાની જાણ થઈ, ત્યારે તેણે સમગ્ર ઘટના પરિવારને જણાવી. પરિવારે તરત જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી યુવકને ગણતરીના કલાકોમાં થાટીપુર બજરિયા વિસ્તારમાંથી ધરપકડ કરી લીધો. પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.

હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપવાના આરોપસર ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સંબંધોને તાર-તાર કરતી આ ઘટના સમાજ માટે એક ગંભીર ચેતવણી છે કે આવા હેવાનોને કડકમાં કડક સજા થવી જોઈએ.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button