માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યો શાહરુખ : ફિલ્મ ‘પઠાન’ માટે કરી પ્રાર્થના


બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન ઘણા લાંબા સમય બાદ બોલિવુડમાં કમબેક કર્યુ છે. લાંબા બ્રેક બાદ શાહરુખની ફિલ્મ ‘પઠાન’ હવે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે ફિલ્મ ‘પઠાન’ની રિલીઝની પહેલા શાહરુખ ખાન માતા વૈષ્ણો દેવીના દરબાર પર પહોંચ્યો હતો, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.
આ પણ વાંચો : ઉમરાહ કરવા માટે મક્કા પહોંચ્યો શાહરૂખ ખાન : તસવીરો થઈ વાયરલ
માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યો શાહરુખ
શાહરુખ ખાન રવિવારની રાત્રે માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યો હતો. રાત્રીના લગભગ 12 વાગે માતાના દરબારમાં પહોંચી માથુ નમાવ્યુ હતુ અને તેની આવનારી ફિલ્મ ‘પઠાન’ માટે પ્રાર્થના પણ કરી હતી. રિપોર્ટસ્ મુજબ શાહરુખ ખાન રવિવારે સાંજે કટ્ટરા પહોંચી ગયો હતો અને ત્યાં થોડો સમય હોટલમાં રોકાઈ મોડી રાત્રે માતા વૈષ્ણોદેવીના આર્શિવાદ લેવા માટે નીકળ્યો હતો. શાહરુખ ખાન જ્યાં માતાના દરબારમાં પહોંચ્યો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
થોડા દિવસ પહેલાં મક્કામાં કરી હતી ઉમરાહ
વાયરલ વીડિયોમાં શાહરુખ ખાન બ્લેક જેકેટ અને મોઢા પર માસ્ક બાંધેલો જોવા મળે છે. વાયરલ વીડિયોને તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યાં છે, કારણ કે થોડા દિવસ પહેલાં જ શાહરુખ મક્કામાં ઉમરાહ કરવા પણ પહોંચ્યો હતો.ત્યારે તેવું કહેવાય રહ્યું છે કે લાંબા અંતરાલ બાદ જ્યારે શાહરુખ ફરીથી બોલિવુડમાં કમબેક કરી રહ્યો છે, ત્યારે તેની ફિલ્મ માટે તે જુદા જુદા ધર્મસ્થળોએ જઈને પ્રાર્થના કરી રહ્યો છે.
25 જાન્યુઆરીએ રિલીઝ થશે ફિલ્મ ‘પઠાન’
તમને જણાવી દઈએ કે શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’ એક્શનથી ભરપૂર છે, જે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. શાહરુખ સાથે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ જોવા મળશે અને ફિલ્મની રીલિઝ પહેલાં જ તેની ચર્ચા દરેકના મોઢે થતી જોવા મળી રહી છે.