સેક્સકાંડનો આરોપી પ્રજ્વલ રેવન્ના 31 મેના રોજ SIT સમક્ષ હાજર થશે

કર્ણાટક, 27 મે: પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના અશ્લીલ વીડિયો કેસમાં આરોપોથી ઘેરાયેલા છે. આ મામલે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે તેની સામે ષડયંત્ર રચવામાં આવ્યું છે. જેના કારણે તે ડિપ્રેશનમાં ગયો હતો. 31મીએ SIT સમક્ષ હાજર થઈને સહકાર આપશે. આ મામલે પ્રજ્વલનું આ બીજું નિવેદન છે.
પ્રજ્વલ રેવન્નાએ આ પહેલા 1 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી. તેણે એમાં કહ્યું હતું કે, હું પૂછપરછ માટે હું બેંગલુરુમાં નથી. તેથી મેં મારા વકીલ મારફત CID બેંગ્લોર સાથે વાત કરી. સત્ય ટૂંક સમયમાં બહાર આવશે. હાસન સીટનાં સાંસદ રેવન્ના પર જાતીય શોષણ, સેક્સ વીડિયો રેકોર્ડિંગ, ધમકી અને ષડયંત્ર જેવા આરોપો છે. તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મારા વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે, ન્યાયતંત્ર પર વિશ્વાસ
પ્રજ્વલે કહ્યું, હું 31 મેના રોજ SIT સમક્ષ હાજર થઈશ. જ્યારે 26 એપ્રિલે ચૂંટણી થઈ ત્યારે મારી સામે કોઈ કેસ નહોતો. SITની રચના કરવામાં આવી નથી. મારી વિદેશ યાત્રા પૂર્વ આયોજિત હતી. જ્યારે હું મારા પ્રવાસ પર હતો ત્યારે મને આરોપો વિશે ખબર પડી. રાહુલ ગાંધી અને અન્ય ઘણા કોંગ્રેસી નેતાઓ તેના વિશે અને મારી વિરુદ્ધ બોલવા લાગ્યા. મારી વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું છે. હું 31 મેના રોજ સવારે 10 વાગ્યે SIT સમક્ષ હાજર થઈશ અને દરેક માહિતી આપીશ. મને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે.
તમે જ્યાં પણ હોવ, આવો અને સરેન્ડર કરો: દેવગૌડા
તાજેતરમાં જ વડા પ્રધાન દેવેગૌડાએ ફરાર સાંસદ પ્રજ્વલ રેવન્નાને તરત જ વિદેશથી પાછા ફરવાની સૂચના આપી હતી. તેણે પ્રજ્વલને ચેતવણી ભરેલો ખુલ્લો પત્ર લખ્યો હતો. જેમાં પૌત્રને તાત્કાલિક બેંગલુરુ પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું. તેણે કહ્યું હતું કે રેવન્ના, તું જ્યાં પણ હોય ત્યાં આવીને સરેન્ડર કર. દેવગૌડાનો આ પત્ર પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીની પ્રેસ કોન્ફરન્સ બાદ આવ્યો હતો.
જો દોષી સાબિત થાય તો સખત સજા થવી જોઈએ
કુમારસ્વામીએ રેવન્નાને વિનંતી કરી હતી કે, જો તમને મારા અને એચડી દેવગૌડા માટે માન હોય તો 24થી 48 કલાકમાં આવીને સરેન્ડર કરો. પૂર્વ PMએ પત્રમાં લખ્યું હતું કે, જ્યારે હું 18 મેના રોજ મંદિર જવા નીકળ્યો ત્યારે મેં પ્રજ્વલ વિશે વાત કરી હતી. તેણે મને, મારા પરિવારજનો, મારા સાથીદારો, મિત્રો અને પક્ષનાં કાર્યકરોને જે આઘાત અને પીડા આપી તેમાંથી બહાર આવવામાં મને થોડો સમય લાગ્યો. મેં પહેલેથી જ સ્પષ્ટ કર્યું છે કે, જો તે કાયદા મુજબ દોષિત ઠરે તો તેને સખતમાં સખત સજા થવી જોઈએ.
શું છે સમગ્ર મામલો?
પ્રજ્વલ અને તેના પિતા એચડી રેવન્ના પર ઘરની મદદગારી દ્વારા જાતીય શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ આ વીડિયો વાયરલ થયો હતો. કથિત રીતે આમાં રેવન્ના દેખાઈ રહ્યા હતાં. કર્ણાટક સરકારે આરોપોની તપાસ માટે SITની રચના કરી હતી. આ પછી રેવન્નાને સમન્સ મોકલવામાં આવ્યું હતું પરંતુ તે હાજર થયો નહોતો.
આ પણ વાંચો: ‘પંચાયત 3’ થી ‘દોઢ વીઘા જમીન’ સુધીની મૂવીઝ અને વેબ સિરીઝ આ અઠવાડિયે OTT પર થશે રિલીઝ, જાણો વધુ વિગત