ટ્રેન્ડિંગમનોરંજન

ફરાહ ખાને જેના માટે પાર્ટી રાખી તેને જ ન ઓળખી શકી, પછી દારૂના નશામાં ડીજે વાળા સાથે કર્યો દુર્વ્યવહાર

  • બ્રિટિશ સિંગર અને ગીતકાર એડ શીરાનને ફરાહ ખાન ઘરે તો બોલાવ્યો પણ ઓળખી ના શકી
  • ફરાહ ખાન એડના ગીતોને ઓળખી ન શકી અને ડીજે પર વાગતા એડના ગીતોને સાંભળી ફરાહ ખાન ડીજે વાળા પર ભડકી
  • ફરાહ એટલી સારી હોસ્ટ છે કે ક્યારેક ક્યારેક તે મહેમાનોને ઘરે બોલાવી તો લે છે પણ પછી ઓળખી નથી શકતી: કપિલ

મુંબઈ, 26 મે: ડાયરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાને કબૂલાત કરી હતી કે તેણીએ એડ શીરાન માટે આયોજિત પાર્ટીમાં તે ખૂબ જ નશામાં હતી. ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં ફરાહ અને કપિલે એડ માટે એક પાર્ટીના આયોજન વિશે વાત કરી હતી. કપિલે દાવો કર્યો હતો કે ફરાહે એક વખત એડને આમંત્રણ આપ્યું હતું અને પછી તે તેને ઓળખી પણ શકી ન હતી. કપિલે કહ્યું, “ફરાહ એટલી સારી હોસ્ટ છે કે ક્યારેક ક્યારેક તે મહેમાનોને પોતાના ઘરે બોલાવે છે અને તેમને ઓળખતી પણ નથી.”

કપિલ શર્માએ આગળ કહ્યું, “એકવાર એડ શીરાન તેમના ઘરે મળવા આવ્યો હતો. “તે એડને ઓળખી પણ ન શકી.” ફરાહે આના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘એવું નથી. હું એડને તો ઓળખી ગઈ હતી પરંતુ તેના ગીતોને ઓળખી શકી નથી. જે ગીત ડીજે પર વાગી રહ્યું હતું, હું તેને ગાળો આપી રહી હતી, પછી મને બધી ખબર પડી હતી.

નશામાં હોવાથી એડ શીરાનના ગીતને ઓળખી ન શકી: ફરાહ ખાન 

ફરાહ ખાને કહ્યું, “મેં એડ શીરાનને ઓળખી લીધો હતો, એ સાચું નથી. જ્યારે એડ શીરાન આવ્યો ત્યારે અમે બધા થોડા નશામાં હતા. ડીજે પર કંઈક વાગી રહ્યું હતું. પીધેલી હાલતમાં હું ડીજે પાસે ગઈ હતી અને ડીજે વાળાને ગાળો આપી હતી.’ મેં તેને પૂછ્યું, ‘શું અંતિમ સંસ્કારના ગીતો વગાડે છે? ડીજેએ વગાડનારે જવાબ આપ્યો, ‘મૅમ, હું એડ શીરાનના ગીતો વગાડું છું.’ મેં કહ્યું, ‘ઠીક છે, તો વગાડતા રહો.’

 

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

ફરાહ ખાને એડ શીરાન માટે 2 પાર્ટીઓનું કર્યું હતું આયોજન

એડ શીરાન ઘણી વખત ભારતની મુલાકાતે આવ્યો છે. ફરાહે તેના માટે અત્યાર સુધી બે પાર્ટીઓનું આયોજન કર્યું છે. પહેલી પાર્ટી 2017માં યોજાઈ હતી. ફરાહે મલાઈકા અરોરા, અભિષેક બચ્ચન અને શાહરૂખ ખાન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સને આમંત્રણ આપ્યું હતું. આ વર્ષે જ્યારે એડ ફરીથી ભારત આવ્યો ત્યારે ફરાહે શાહરૂખ સાથે તેના બાંદ્રા સ્થિત ઘર ‘મન્નત’માં એડ માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાએ પ્રોપર્ટી બચાવવા માટે રમી મોટી ગેમ, નતાશા સ્ટેનકોવિકને નહીં મળે એક પૈસો!

Back to top button