એપ્રિલના અંતમાં આવશે ભારે આંધી વંટોળ: જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી

HD ડેસ્ક ન્યૂઝ, 25 એપ્રિલ, 2025: રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં હવામાનમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. ગુજરાતમાં ધીરે ધીરે પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. આ સાથે આંધી વંટોળ સાથે અંગદઝાડતી ગરમી પડી શકે છે. હીટવેવની કોઈ આગાહી નથી. દરિયાકાંઠાના વિસ્તારો અંગે તેમણે જણાવ્યું કે, આજે 25મી એપ્રિલના રોજ તથા 27થી 30 એપ્રિલના રોજ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની સંભાવના છે.
સૂર્ય આકાશમાંથી જાણે અગનગોળા વરસાવી રહ્યો છે. કુલર કે એસી વગર રાત્રે સૂવું મુશ્કેલ બની ગયું છે. સદનસીબે, હાલમાં ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. તેમના મતે, એપ્રિલના અંતે થવા મેની શરૂઆતના મહિનામાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે અને આંધી (ધૂળના તોફાન) સાથે વરસાદની શક્યતા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 30મી એપ્રિલ સુધી તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહે તે અંગેની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જોકે, ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં 24થી 30 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાન 40થી 44ની રેન્જમાં રહેવાની સંભાવના છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમમાં પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારો સહિત આખા ગુજરાતમાં ગરમી વધવાની આગાહી આપી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “હવે ધીરે ધીરે પ્રી મોન્સુન એક્તિવિટી શરૂ થશે. ધૂળની ડમરીઓ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગો સાથે આંધી પણ આવશે. જાકે, હમણાં ગરમી વધશે. ૨૫થી ૨૬ એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાન ૪૪ થી ૪૫ ડિગ્રી થઈ જવાની શક્યતા છે. ૧૦ મેથી પવનની ગતિ વધશે. મે મહિનામાં બંગાળના ઉપસાગર ખતરનાક વાવાઝોડા બનશે અને અરબી સમુદ્રમાં ૧૦ મે થી ૧૫ જૂન વચ્ચે વાવાઝોડા બનશે. જેના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે પવનની ગતિ વધુ રહેશે.”
આ પણ વાંચો..પહેલગામમાં પ્રવાસીઓના જીવનનો દુશ્મન બન્યો પૈસાનો લોભ, આ 2 લોકોએ દેશ સાથે દગો કર્યો












