ટ્રેન્ડિંગધર્મવિશેષ

સાતમા નોરતે કરો માતા કાલરાત્રિની આરાધનાઃ આ મંત્રનું કરો આહવાન

Text To Speech

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે.

સાતમા નોરતે માં નવદુર્ગાના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દેવીનો વર્ણ શ્યામ છે. માતાજીનું પૂજન ચંદન, કપૂર, કરણ, આસોપાલવ, માલતી તથા ચંપાના ફૂલથી કરવું જોઇએ. માતાજીને શ્રીફળ, દાડમ, કેળાં, નારંગી, ફણસ, બીલાં તથા ઋતુ અનુસાર ફળ અર્પણ કરવા જોઇએ.

સાતમા નોરતે કરો માતા કાલરાત્રિની આરાધનાઃ આ મંત્રનું કરો આહવાન hum dekhenge news

નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. શક્તિનું આ સ્વરૂપ ઉગ્ર અને ચંડ છે. આ રૂપમાં માતાજીની ઉપાસના કરવા વાળા લોકોએ નિયમોનું પાલન કરવું અતિ આવશ્યક છે. મા કાલરાત્રિ સંસારના અંધકારને નષ્ટ કરી જ્ઞાનનું બીજ રોપે છે. જે માતાનું પૂજન કરે છે એને કાલનો ભય નથી રહેતો. મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ તે હંમેશા શુભફળ આપનારી છે.

સાતમા નોરતે કરો માતા કાલરાત્રિની આરાધનાઃ આ મંત્રનું કરો આહવાન hum dekhenge news

મા કાલરાત્રિની સંપૂર્ણ નિષ્ઠાથી જો પૂજા કરવામાં આવે તો સાધકને ખૂબ ફાયદો થાય છે. માતાજીની ઉપાસના કરતા યમ, નિયમ, અને સંયમનુ પૂર્ણ પાલન કરવું જોઈએ અને મન, વચન અને કર્મની પવિત્રતા રાખવી જોઈએ. આ નિયમોનુ પાલન કરીને જો માં કાલરાત્રીની પૂજા, અર્ચના અને આરાધના કરવામાં આવે તો સાધકના જીવનમાં શુભત્વની શરૂઆત થાય છે.

સાતમા નોરતે કરો માતા કાલરાત્રિની આરાધનાઃ આ મંત્રનું કરો આહવાન hum dekhenge news

આ છે માં કાલરાત્રિના મંત્રો

ॐ देवी कालरात्र्यै नमः॥

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्त शरीरिणी॥
वामपादोल्लसल्लोह लताकण्टकभूषणा।
वर्धन मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

या देवी सर्वभू‍तेषु माँ कालरात्रि रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

 આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમી પર બની રહ્યો છે ગ્રહોનો મહાસંયોગ

Back to top button