ટ્રેન્ડિંગધર્મનેશનલશ્રી રામ મંદિર

રામલલ્લાની મૂર્તિ માટે વૈજ્ઞાનિકોએ બનાવ્યું મિરર અને લેન્સ સિસ્ટમ ‘સૂર્ય તિલક’

  • યોધ્યાના રામ મંદિરમાં દર વર્ષે એક વખત રામલલ્લાના માથે ખાસ ‘સૂર્ય તિલક’ લગાડવામાં આવશે. દરેક રામનવમી એટલે કે ભગવાન રામના જન્મ દિવસે તેમને દેશના વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા વિશેષ સૂર્ય તિલકની ભેટ મળશે.

અયોધ્યા, 21 જાન્યુઆરીઃ અયોધ્યાના રામ મંદિરમાં દર વર્ષે એક વખત રામલલ્લાના માથે ખાસ ‘સૂર્ય તિલક’ લગાડવામાં આવશે. દરેક રામનવમી એટલે કે ભગવાન રામના જન્મ દિવસે તેમને દેશના વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા વિશેષ સૂર્ય તિલકની ભેટ મળશે. એક પ્રમુખ સરકારી સંસ્થાના વૈજ્ઞાનિકોએ આ માટે એક ખાસ ડિવાઈઝ ડિઝાઇન કર્યું છે. મિરર અને લેન્સથી બનાવેલા આ ડિવાઈઝથી રામ નવમીના દિવસના બપોરે સૂર્યના કિરણો સીધા ‘રામલલા’ની મૂર્તિના માથા પર પડશે. તેને ‘સૂર્ય તિલક મેકેનિઝમ’ નામ આપવામાં આવ્યું છે. તેને એક્યુરેટલી તૈયાર કરવું વિજ્ઞાન અને એન્જિનિયરિંગ માટે પડકાર હતો.

રુડકીમાં સ્થિત સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (CBRI)ના ડાયરેક્ટર ડો પ્રદીપ કુમાર રામનચરલા કહે છે કે, જ્યારે સંપૂર્ણ મંદિરનું નિર્માણ થઈ જશે તો સૂર્ય તિલક મેકેનિઝમ સંપૂર્ણ રીતે ચાલુ થઈ જશે.

દેશની પ્રમુખ સંસ્થા સીબીઆરઆઈ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ રિસર્ચ (CSIR)નો પણ હિસ્સો છે. ડૉ. રમનચરલાએ કહ્યું કે, હાલમાં માત્ર એક માળ સુધીનું જ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. ગર્ભગૃહ અને ગ્રાઉંડ ફ્લોરમાં લગાડવવાના બધા જ સાધનો બની ચૂક્યા છે.

રામલલ્લાની મૂર્તિ માટે વૈજ્ઞાનિકોએ બનાવ્યું મિરર અને લેન્સ સિસ્ટમ 'સૂર્ય તિલક' hum dekhenge news

રામ નવમીએ બપોરે 12 વાગ્યે મૂર્તિના માથા પર પડશે સૂર્ય તિલક

સીબીઆરઆઈના વિજ્ઞાનીઓની એક ટીમે સૂર્ય તિલક મેકેનિજ્મને એ રીતે ડિઝાઇન કર્યું છે કે દર વર્ષે રામ નવમીના દિવસે બપોરે 12 વાગ્યે લગભગ છ મિનિટ સુધી સૂર્યના કિરણ ભગવાન રામની મૂર્તિના માથા પર પડશે.

એક ગિયરબોક્સ, રિફ્લેક્ટિવ મીરર અને લેન્સની વ્યવસ્થા એ પ્રકારે કરવામાં આવી છે કે મંદિરના શિખર પાસે ત્રીજા માળથી સૂર્યના કિરણોને પણ ગર્ભગૃહ સુધી લાવવામાં આવશે. તેમાં સૂર્યના પથ બદલવાના સિદ્ધાંતોનો પણ ઉપયોગ કરવામાં આવશે.

આ નિર્માણમાં સૂર્યના પથને લઈને ટેક્નિકલ મદદ બેંગ્લુરુને ઈન્સ્ટીટ્યુટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA)પાસેથી લેવાઈ છે. બેંગલુરુની એક કંપની ઑપ્ટિકાએ લેન્સ અને બ્રાસ ટ્યુબનું નિર્માણ કર્યું છે. આ ઉપકરણનું નિર્માણ અને ઇન્સ્ટાલેશન ઑપ્ટિકા કે એમડી રાજેન્દ્ર કોટારિયા દ્વારા કરવામાં આવશે. અયોધ્યાના રામ મંદિરની ડિઝાઇનમાં મદદ કરનાર સીબીઆરઆઈના સાઈટિસ્ટ ડૉ પ્રદીપ ચૌહાણનો દાવો છે કે, સો ટકા સૂર્ય તિલક રામ લલાની મૂર્તિના માથે પર અભિષેક કરશે.

19 ગિયરની વિશેષ વ્યવસ્થા

રામ નવમીની તારીખ ચંદ્ર કૅલેન્ડર દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે, તેથી આ શુભ અભિષેક નિર્ધારિત કાર્યક્રમ મુજબ થાય તે માટે, 19 ગિયરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ડૉ. ચૌહાણનું કહેવું છે કે, ”ગિયર-બેસ્ડ સૂર્ય તિલક મૅકેનિઝમમાં વીજળી, બેટરી કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

રામ મંદિર સમાન સૂર્ય તિલક મિકેનિઝમનો ઉપયોગ પહેલેથી જ કેટલાક જૈન મંદિરો અને કોણાર્કના સૂર્ય મંદિરમાં થઈ રહ્યો છે. જોકે તેમાં અલગ પ્રકારના એન્જિનિયરિંગનો પ્રયોગ કરાયો છે.

આ પણ વાંચોઃ પ્રાણ પ્રતિષ્ઠામાં સંગીતમય કાર્યક્રમ ‘મંગલ ધ્વનિ’નું આયોજન, 50થી વધુ વાદ્ય યંત્રો ગુંજશે

Back to top button