ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પ્રદૂષણ મામલે SCએ દિલ્હી સરકારને લગાવી ફટકાર, પૂછ્યું: GRAP લાગુ કરવામાં વિલંબ કેમ?

Text To Speech

નવી દિલ્હી, 18 નવેમ્બર: દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. દિલ્હી-NCRમાં વધી રહેલા આ વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે દિલ્હી સરકારને ફટકાર લગાવતા પૂછ્યું કે, GRAP પહેલા કેમ લાગુ ન કરવામાં આવ્યું? એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સ્તર 300થી ઉપર હતું ત્યારે GRAP-3 શા માટે લાગુ કરવામાં ન આવ્યું? સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, 13 નવેમ્બરે AQI 401ને પાર કરી ગયો, પરંતુ ત્રણ દિવસ પછી કેમ GRAP-3 લાગુ કરવામાં આવ્યું?

 

સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી

જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેંચે સુનાવણી હાથ ધરી હતી. 14 નવેમ્બરે દિલ્હીમાં ખતરનાક પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માગણી કરતા એમાઇકસે કહ્યું કે, આજે આપણે ગંભીર પરિસ્થિતિમાં છીએ. સરકારે હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. આપણે દિલ્હીને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર ન બનવા દેવું જોઈએ. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે વધતા પ્રદૂષણ પર રાજ્ય સરકારોને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે, જ્યાં સુધી પ્રદૂષણ સંબંધિત મામલામાં કડક નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી કંઈ થશે નહીં.

આજથી દિલ્હીમાં GRAP-4 લાગુ

મહત્ત્વપૂર્ણ છે કે, દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. સોમવારે AQI 481 નોંધાયું હતું. તેને જોતા આજથી દિલ્હીમાં GRAP-4 લાગુ કરવામાં આવ્યું છે. રવિવારે AQI 450 પર પહોંચ્યા પછી GRAP 4 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ આજે સવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને દ્વારકા-નજફગઢ સહિત ઘણા સ્થળો પર AQI 500 અને તેની નજીક નોંધાયું હતું. NCRની હાલત પણ આવી જ છે. નોઈડામાં AQI 384, ગાઝિયાબાદમાં 400, ગુરુગ્રામમાં 446 અને ફરીદાબાદમાં 336 નોંધાયું હતું. દિલ્હીમાં ધોરણ 9 સુધીની શાળાઓમાં ઓનલાઈન ક્લાસ ચાલુ છે, જ્યારે સરકાર કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ અંગે નિર્ણય લઈ શકે છે.

આ પણ જૂઓ: ગાઢ ધુમ્મસના કારણે વિમાન સેવાઓ ખોરવાઈઃ 160 ફ્લાઈટ મોડી પડી, એરલાઈન્સે જારી કરી એડવાઈઝરી

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button