SBIએ 79માં સ્વતંત્રતા દિવસ પર અગ્નિવીરો માટે શરૂ કરી આ ખાસ યોજના, જાણો શું થશે ફાયદો

નવી દિલ્હી, 15 ઓગસ્ટ, 2025: ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ 79માં સ્વતંત્રતા દિવસે ભારત સરકારના ટૂંકા ગાળાના અગ્નિપથ ભરતી કાર્યક્રમ હેઠળ ભરતી થયેલા અગ્નિવીરો માટે એક વિશેષ વ્યરક્તિગત લોન યોજના શરૂ કરી છે. ગઇકાલે SBIએ તેની ઘોષણા કરી હતી. આ લોન સ્કીમ હેઠળ, SBIમાં વેતન ખાતા ધરાવનારા અગિનીવીર જવાન ચાર લાખ કરોડ સુદીની રકમ વિના ગેરંટીના ઋણના સ્વરૂપે પ્રાપ્ત કરી શકશે. તેની સાથે તેની પર જ કોઇ પણ પ્રપકારનો પ્રોસેસિંગ ચાર્જ પણ લાગશે નહી.
અગ્નિવીર જવાનો માટે ખાસ લોન યોજના
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ચુકવણીનો સમયગાળો અગ્નિપથ યોજનાના સેવા સમયગાળા સાથે સુસંગત રહેશે. આ ઉપરાંત, બેંક 30 સપ્ટેમ્બર 2025 સુધી તમામ સંરક્ષણ કર્મચારીઓને 10.50 ટકાનો લઘુત્તમ વ્યાજ દર ઓફર કરી રહી છે.
SBIના અધ્યક્ષ સી.એસ. શેટ્ટીએ જણાવ્યું હતું કે, “SBI ખાતે, અમે માનીએ છીએ કે જેઓ આપણી સ્વતંત્રતાનું રક્ષણ કરી રહ્યા છે તેઓ તેમના ભવિષ્યના નિર્માણમાં અમારા અટલ સમર્થનને પાત્ર છે. આ શૂન્ય-પ્રોસેસિંગ ફી માત્ર શરૂઆત છે. અમે એવા ઉકેલો બનાવવાનું ચાલુ રાખીશું જે આવનારા વર્ષોમાં ભારતના નાયકોને સશક્ત બનાવશે.” આ પહેલ સંરક્ષણ પગાર પેકેજ દ્વારા ભારતના સશસ્ત્ર દળોના કલ્યાણ માટે બેંકની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે, જે અગ્નિવીરોને લાંબા સમયથી ઉપલબ્ધ છે.
અગ્નિવીરોની પ્રથમ બેચ 2026માં નિવૃત્ત થશે
નોંધનીય છે કે 14 જૂન, 2022 ના રોજ, કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય યુવાનો માટે સશસ્ત્ર દળોમાં સેવા આપવા માટે એક આકર્ષક ભરતી યોજનાને મંજૂરી આપી હતી. આ યોજનાનું નામ અગ્નિપથ યોજના રાખવામાં આવ્યું હતું, અને તે હેઠળ ભરતી થયેલા યુવાનોને અગ્નિવીર કહેવામાં આવે છે. આ યોજનામાં, યુવાનોને ચાર વર્ષ માટે સેનામાં સેવા આપવાની તક મળે છે, ત્યારબાદ તેઓ નિવૃત્ત થશે. આમ, અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલ પ્રથમ બેચ 2026ના અંત સુધીમાં નિવૃત્ત થશે.
આ પણ વાંચોઃ આઝાદી બાદ ભારતે અમેરિકા સાથે કર્યો હતો સૌપ્રથમ કરાર, જેની સાબિતી આજે પણ છે












