ટોક્સિક સંબંધોને કરો બાય બાય, સેલ્ફ લવને કરો વેલકમ, બનાવો નવો રિલેશનશિપ ગોલ

- યોગ્ય પદ્ધતિઓ અપનાવીને વ્યક્તિ ફક્ત ટોક્સિક સંબંધમાંથી બહાર નીકળતી નથી પણ એક નવું, સ્વસ્થ અને સારું જીવન પણ શરૂ કરી શકે છે
HD ન્યુઝ ડેસ્કઃ કોઈ પણ સંબંધોનું તૂટવું સહેલું નથી હોતું, ખાસ કરીને જ્યારે તે લાંબા સમયથી આપણી લાગણીઓ, આત્મવિશ્વાસ અને મનની શાંતિને અસર કરી રહ્યું હોય. ટોક્સિક રિલેશનશિપ toxic relationships માં રહીને ધીમે ધીમે વ્યક્તિની ઓળખ, ખુશી અને આત્મસન્માનને ખતમ કરે છે. આવા સંબંધો છોડ્યા પછી, લોકો ઘણીવાર ખાલીપણું, પીડા, ગિલ્ટ અથવા એ જ વ્યક્તિની કમી અનુભવે છે. જો કે રિલેશનશિપ એક્સપર્ટ સલાહ આપે છે કે યોગ્ય પદ્ધતિઓ self love અપનાવીને વ્યક્તિ ફક્ત આવા સંબંધમાંથી બહાર નીકળતી નથી પણ એક નવું, સ્વસ્થ અને સારું જીવન પણ શરૂ કરી શકે છે.
સંબંધના સત્યને સ્વીકારો
પહેલું પગલું એ સ્વીકારવાનું છે કે આ સંબંધ તમારા માટે હાનિકારક છે. જ્યારે તમે સમજી લો છો કે આ સંબંધ હવે તમારા માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યો છે ત્યારે જ તમે આગળ વધવાનો નિર્ણય લઈ શકો છો.
પોતાને દોષ આપવાનું બંધ કરો
ઘણા લોકો ટોક્સિક રિલેશનનો અંત લાવ્યા પછી પોતાને દોષ આપે છે, પરંતુ નિષ્ણાતો એવું ન કરવાની સલાહ આપે છે. કોઈપણ ભૂલ કરી શકે છે, પરંતુ ખોટા લોકો સાથે રહેવું એ તમારી ભૂલ નથી, તેને શીખવાના અનુભવ તરીકે લો.
અંતર જાળવવાનું શરૂ કરો
આગળ વધવા માટે એક મહત્ત્વનું પગલું નો-કોન્ટેક્ટ રૂલ છે. ફોન, ચેટ અથવા સોશિયલ મીડિયા પર અંતર જાળવવાથી તમારું હીલિંગ ઝડપી થાય છે. નિષ્ણાતોના મતે તે તમારા મનને વારંવાર થતા ટ્રિગરથી બચાવે છે અને તમારા હૃદયને શાંત કરે છે.
તમારી લાગણીઓને દબાવશો નહીં
પીડા, મૂંઝવણ, ગુસ્સો આ બધી લાગણીઓ કુદરતી છે. રિલેશનશિપ થેરાપિસ્ટ કહે છે કે તેમને વ્યક્ત કરવી મહત્ત્વની છે. ડાયરી રાખો, વિશ્વસનીય મિત્રો સાથે વાત કરો અથવા કાઉન્સેલર પાસેથી માર્ગદર્શન મેળવો. ભાવનાત્મક સપોર્ટ તમારી ઉપચાર પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
સેલ્ફ લવ પ્રેક્ટિસ
તમને ગમતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો, નવી કુશળતા શીખો, પોતાના માટે સમય કાઢો અને તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. થેરેપી અથવા કાઉન્સેલરની શોધ કરવી એ પણ એક યોગ્ય પગલું છે. તે નબળાઈ નથી, તે એક સમજદારી છે.
નવા સંબંધમાં ઉતાવળ ન કરો
હીલિંગ દરમિયાન ઘણા લોકો ખાલીપણું ભરવા માટે ઉતાવળમાં નવો સંબંધ શોધવાનો પ્રયાસ કરે છે, પરંતુ એક્સપર્ટ્સ કહે છે કે આ એક મોટી ભૂલ હોઈ શકે છે. પહેલા ભાવનાત્મક રીતે સ્થિર થવું અને પછી આનો વિચાર કરવો જોઈએ. નહીંતર ઉતાવળમાં તમે ફરી કોઈ ખોટો નિર્ણય લઈ શકો છો.
આ પણ વાંચોઃ Dhurandharથી પ્રભાવિત સ્મૃતિ ઈરાની, રણવીર સિંહ, અક્ષય ખન્ના સહિતની ટીમની કરી પ્રશંસા












