ટ્રેન્ડિંગમનોરંજન

સારા અલી ખાને અંગ્રેજોની સામે અવાજ ઉઠાવ્યો, ‘એ વતન મેરે વતન’નું ટ્રેલર થયું રિલીઝ

મુંબઈ, 04 માર્ચ: સારા અલી ખાને વર્ષ 2023માં વિકી કૌશલ જોડે ‘જરા હટકે જરા બચકે’ ફિલ્મથી દર્શકોના દિલ જીત્યા હતા. મોટા પડદા પર હિટ ફિલ્મો આપ્યા બાદ હવે સારા અલી ખાન ઓટીટી પર દેખાશે. તેની આગામી OTT ફિલ્મ ‘એ વતન મેરે વતન’માં તે એક એવી સશક્ત મહિલાના પાત્રમાં જોવા મળશે જેણે અંગ્રેજોની સામે અવાજ ઉઠાવ્યો હતો. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે.

સારા આ વર્ષે પણ તેના ફેન્સને અમુક ધમાકેદાર અને સત્યઘટના આધારીત ફિલ્મોમાં જોવા મળશે. આ વર્ષે માર્ચમાં બેક ટુ બેક તેની બે ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે, જેમાની એક છે ‘મર્ડર મુબારક’ અને બીજી છે’ એ વતન મેરે વતન’- જેનું ટ્રેલર આજે રિલીઝ થયું છે.

અંગ્રેજોની સામે અવાજ ઉઠાવશે સારા 

જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહરે આ ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. આ ફિલ્મમાં સારા ખાન એ જાંબાઝ મહિલાનું પાત્ર નિભાવી રહી છે જેણે રેડિયોના માધ્યમથી અંગ્રેજોની હાલત ખરાબ કરી દીધી હતી. ફિલ્મના ટ્રેલરમાં જોઈ શકાય છે કે સારા અલી ખાન વર્ષ 1942માં સ્વતંત્રતાની છેલ્લી લડાઈ એટલે કે ભારત છોડો આંદોલનમાં બ્રિટિશોની સામે અવાજ ઉઠાવવા માટે તેમના વિરૂદ્ધ અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશનની શરૂઆત કરીને રેડિયોના માધ્યમથી અંગ્રેજોની સામે લડતી બતાવાઈ છે.

ફિલ્મમાં સારાનું છે આ પાત્ર

એ વતન મેરે વતન ફિલ્મમાં સારા અલી ખાન ઉષા મહેતાનું પાત્ર ભજવતી જોવા મળશે. ઉષા મહેતાએ ભારત છોડો ચળવળ દરમિયાન છૂપા રેડિયો સ્ટેશનની શરૂઆત કરી હતી અને તે માટે તેઓ દેશભરમાં પ્રસિદ્ધ થયા હતા.

સારાના અભિનયના થયા વખાણ

અત્યાર સુધી બબલી રોલમાં જોવા મળેલી સારા અલી ખાન આ ફિલ્મમાં અલગ જ ભૂમિકામાં જોવા મળી રહી છે જેના માટે તેના ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મના ટ્રેલરમાં સારાની પાવરફૂલ એક્ટિંગ જોવા મળી છે જેને તેના ફેન્સ તરફથી તેના આ દમદાર અભિનય માટે ખૂબ જ પ્રશંસા મળી રહી છે. આ ફિલ્મ 21 માર્ચે OTT પ્લેટફોર્મ એમેઝોન પર રિલીઝ થશે. જો કે એ પહેલાં નેટફ્લિક્સ પર મર્ડર મુબારક રિલીઝ થશે.

જો કે તાજેતરમાં જ સારા અલી ખાન તેના ભાઈ ઈબ્રાહીમ અને પિતા સૈફ અલી ખાન પરિવાર સાથે જામનગર આવી હતી.

આ પણ વાંચો: સારા અલી ખાને કાર્તિક આર્યનને ફ્લાઈંગ કિસ આપી ગળે લગાવ્યો, વીડિયો થયો વાયરલ 

Back to top button