ટ્રેન્ડિંગમનોરંજન

Gaslight Trailer Out: સસ્પેન્સથી ભરપૂર સારાની ફિલ્મ

Text To Speech

સારા અલી ખાન આગામી સમયમાં ફિલ્મ ‘ગેસલાઈટ’માં જોવા મળવાની છે. ફાઈનલી સારાની ફિલ્મ ‘ગેસલાઈટ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ‘ગેસલાઈટ’ના આ ટ્રેલરમાં સારા સાથે બોલિવૂડના ફેમસ એક્ટર વિક્રાંત મેસી અને ચિત્રાંગદા સિંહ પણ જોવા મળશે.

‘Gaslight’નું ટ્રેલર રિલીઝ

OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટારની યુટ્યુબ ચેનલ પર ‘ગેસલાઇટ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ‘ગેસલાઇટ’ના આ ટ્રેલરમાં તમે જોઈ શકો છો કે સારા અલી ખાન ફિલ્મમાં એક વિકલાંગ છોકરી મીસાનો રોલ કરી રહી છે. જ્યારે રેણુકાના રોલમાં અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સારાની સાવકી માતાનો રોલ કરી રહી છે. તો, અભિનેતા વિક્રાંત મેસી સારાના પિતાના બોડીગાર્ડના રોલમાં જોવા મળે છે. ‘ગેસલાઇટ’ની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ છે. જેમાં મીસાના પિતાનું મોત થાય છે. તેના પિતાની શોધમાં મીસાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેની પર આખી કહાની છે.

 

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

‘Gaslight’ ક્યારે રિલીઝ થશે?

‘ગેસલાઇટ’નું આ ટ્રેલર ખૂબ જ રોમાંચક અને જોવાલાયક છે. આ સાથે સારાનું પાત્ર આ ફિલ્મમાં સૌથી અલગ અને પડકારજનક માનવામાં આવે છે. ફિલ્મનું ટ્રેલર સામે આવ્યા બાદ દરેક લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાન, વિક્રાંત મેસી અને ચિત્રાંગદા સિંહની ફિલ્મ 31 માર્ચે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.

Back to top button