ટ્રેન્ડિંગનેશનલ

સમ્રાટ ચૌધરી આ તારીખે અયોધ્યામાં ઉતારશે પોતાની પાઘડી અને કરાવશે મુંડન, જાણો કારણ

Text To Speech
  • બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી જુલાઈમાં જશે અયોધ્યા
  • અયોધ્યામાં સમ્રાટ ચૌધરી પાઘડી ઉતારી કરાવશે મુંડન

પટના, 21 જૂન: બીજેપી નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પોતાની પાઘડી ઉતારવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી પહેલા સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારને પદ પરથી હટાવીને એનડીએમાં સામેલ કરાવવાનું વચન આપ્યું હતું, જો કે લોકસભા ચૂંટણીમાં નીતિશ કુમારે એનડીએ સાથે મળીને ચૂંટણી લડી હતી. આવી સ્થિતિમાં હવે સમ્રાટ ચૌધરી અયોધ્યામાં પોતાની પાઘડી ઉતારશે. હકીકતમાં, લોકસભાની ચૂંટણી પહેલા નીતીશ કુમાર આરજેડીમાં હતા, ત્યારબાદ સમ્રાટ ચૌધરીએ વચન આપ્યું હતું કે તેઓ નીતિશ કુમારને પદ પરથી હટાવ્યા પછી જ તેમની પાઘડી ઉતારશે.

પાધડી ઉતારી કરાવશે મુંડન

બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી આવતા મહિને એટલે કે જુલાઈમાં અયોધ્યા જશે. સમ્રાટ ચૌધરી 2જી અને 3જી જુલાઈએ અયોધ્યામાં તેમની પાઘડી ખોલશે અને તેઓ મુંડન કરાવશે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2022માં બિહારના સીએમ નીતિશ કુમાર ભાજપ છોડીને આરજેડીમાં જોડાયા હતા. આ પછી સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારને પદ પરથી હટાવ્યા બાદ જ પાઘડી ઉતારવાની વાત કરી હતી. જોકે, બાદમાં જ્યારે નીતિશ કુમાર આરજેડી છોડીને એનડીએમાં જોડાયા ત્યારે સમ્રાટ ચૌધરીએ હવે અયોધ્યા જઈને પાઘડી ઉતારવાની વાત કરી છે. નીતિશ કુમાર હવે ભાજપ સાથે છે, તેથી સમ્રાટ ચૌધરી હવે તેમના આ જ શબ્દોને અમલમાં મૂકવા જઈ રહ્યા છે.

કુર્મી જ્ઞાતિની લાગણી દુભાઈ રહી હોવાથી લીધો નિર્ણય

એવું કહેવામાં આવી રહ્યું હતું કે સમ્રાટ ચૌધરીના સતત પાઘડી પહેરવાથી નીતીશ કુમારની કુર્મી જાતિના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી રહી હતી, તેથી સમ્રાટ ચૌધરીએ પાધડી ઉતારી મુંડન કરાવવાનો નિર્ણય લીધો છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં નીતિશ કુમારે આરજેડી સાથે ચૂંટણી લડવાના બદલે એનડીએ સાથે ચૂંટણી લડી હતી. જો કે આ પહેલા તેમણે ઈન્ડી ગઠબંધનની ઘણી બેઠકોમાં પણ હાજરી આપી હતી, પરંતુ આખરે તેમણે NDAનો સાથ પસંદ કર્યો હતો. લોકસભા ચૂંટણીમાં NDAને 30 બેઠકો મળી હતી જ્યારે ઈન્ડી ગઠબંધનને 9 બેઠકો મળી હતી.

આ પણ વાંચો: અધીર રંજને બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

Back to top button