ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

રશિયાએ ઝકરબર્ગની કંપની METAને ‘આતંકવાદી’ સંગઠન જાહેર કર્યું

Text To Speech

ફેડરલ સર્વિસ ફોર ફાઈનાન્સિયલ મોનિટરિંગ (રોસફિન મોનિટરિંગ)ના ડેટાબેઝ અનુસાર, રશિયાએ યુએસ ટેક જાયન્ટ METAને આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓની યાદીમાં મૂક્યું છે. METAએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરેન્ટ કંપની છે.

Russia adds Meta to list of terrorist
Russia adds Meta to list of terrorist

માર્ચના અંતમાં ફેસબુક-ઈન્સ્ટા પર પ્રતિબંધ

માર્ચના અંતમાં, રશિયાએ “ઉગ્રવાદી ગતિવિધિઓ” કરવા બદલ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂક્યો હતો. માર્ચમાં રશિયામાં “ઉગ્રવાદી પ્રવૃત્તિ” માટે દોષિત ઠર્યા બાદ મોસ્કોની અદાલતે જૂનમાં META દ્વારા કરાયેલી અપીલને ફગાવી દીધી હતી. કોર્ટમાં, તે સમયે METAના વકીલે જણાવ્યું હતું કે META ઉગ્રવાદી પ્રવૃત્તિમાં સામેલ નથી અને તે રુસોફોબિયા વિરુદ્ધ નથી.

ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગને આ વર્ષે મે મહિનામાં 963 અગ્રણી અમેરિકનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનો પણ સમાવેશ થાય છે, જેમના રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રશિયાએ આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે તેણે યુક્રેનની ઉર્જા સુવિધાઓ પર ફરી હુમલા શરૂ કર્યા છે.

મેટા શું છે?

Meta Platforms Inc. Meta તરીકે વ્યવસાય કરે છે અને તે અગાઉ Facebook Inc તરીકે ઓળખાતું હતું. તે મેનલો પાર્ક, કેલિફોર્નિયા સ્થિત બહુરાષ્ટ્રીય ટેકનોલોજી સમૂહ છે. મેટા એ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સાથે ઘણી કંપનીઓની પેરેન્ટ સંસ્થા છે. METAએ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક છે અને અમેઝોન, ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટની સાથે યુ.એસ.ની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સ્થાન ધરાવે છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં મોટી ટેક કંપનીઓમાંની એક ગણવામાં આવે છે.

Back to top button