રૂ. 5000 કરોડમાં અનંત-રાધિકાના લગ્ન, VVIP મહેમાનો માટે 100 પ્રાઈવેટ જેટ, કરોડોની ગિફ્ટ
- અનંત-રાધિકાના લગ્નમાં 2500થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં નામાંકિત વિદેશી મહેમાનો પણ સામેલ છે. VVIP મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે
12 જુલાઈ, મુંબઈઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ રાત્રે 9:30 વાગ્યે લગ્નના સાત ફેરા લેશે. છેલ્લા ત્રણ દિવસથી ઈવેન્ટ્સ ચાલી રહી છે. તમામ ઈવેન્ટ્સ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કરવામાં આવી છે.
#WATCH | Professional wrestler and actor, John Cena arrives in Mumbai to attend the wedding of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/2vbMiGXs7G
— ANI (@ANI) July 12, 2024
વિદેશી મહેમાનોનું સ્વાગત
આ લગ્નમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ, સ્પોર્ટ્સ જગતની પ્રખ્યાત હસ્તીઓ, દેશના મોટા નેતાઓ અને રાજનેતાઓ, વિદેશના મોટા સીઈઓ, હોલીવુડ સ્ટાર્સ સહિત ઘણા VVIP મહેમાનો હાજર રહેશે. મુંબઈમાં વિદેશી મહેમાનોનું સ્વાગત ગુરુવારથી જ શરૂ થઈ ગયું છે. હોલીવૂડ અભિનેત્રી કિમ કાર્દશિયન, યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સન, સેમસંગના ચેરમેન લી જાએ-યોંગ, યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર સહિત ઘણા મોટા વિદેશી મહેમાનો મુંબઈ પહોંચી ચૂક્યા છે.
અનંત-રાધિકાના રોયલ લગ્ન
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમના લાડકા પુત્ર અનંત અંબાણીના લગ્નને ભવ્ય બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. રાધિકા શ્રીમંત બિઝનેસમેન વિરેન-શૈલા મર્ચન્ટની નાની દીકરી છે. મુકેશ અંબાણી આ લગ્નમાં દિલ ખોલીને પૈસા ખર્ચી રહ્યા છે. આ રોયલ વેડિંગ 3 દિવસ સુધી ચાલશે જેમાં અંબાણી પરિવારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે
કેટલામાં પડશે લગ્ન?
એક અહેવાલ અનુસાર અંબાણી પરિવાર આ ભવ્ય લગ્ન પર 4000-5000 કરોડ રુપિયાનો ખર્ચ કરી રહ્યો છે. આ ખર્ચ અંબાણી પરિવારની કુલ સંપત્તિના માત્ર 0.05 ટકા છે. સરેરાશ ભારતીય પરિવાર તેમની બચતનો મોટો હિસ્સો તેમના લગ્નો પાછળ ખર્ચે છે.
View this post on Instagram
3 દિવસ સુધી ચાલશે વેડિંગ
અનંત-રાધિકાના લગ્નના તમામ ફંક્શન મુંબઈમાં 3 દિવસ ચાલશે. 12 જુલાઈએ લગ્ન બાદ 13 જુલાઈએ આશીર્વાદ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 14 જુલાઈના રોજ મંગલ ઉત્સવ અથવા સ્વાગત સમારંભ હશે અને તે જ દિવસે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કપલ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે.
View this post on Instagram
લગ્નમાં 2500થી વધુ મહેમાનોની હાજરી
લગ્નમાં 2500થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં નામાંકિત વિદેશી મહેમાનો પણ સામેલ છે. VVIP મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાણી પરિવારે મહેમાનોને લાવવા-લઈ જવા માટે ત્રણ ફાલ્કન-2000 જેટ ભાડે લીધા છે. આ ઉપરાંત સમગ્ર સમારોહમાં 100થી વધુ ખાનગી જેટનો ઉપયોગ કરવામાં આવશે.
મહેમાનોને રહેવા માટે અંબાણી પરિવારે મુંબઈ BKCની આસપાસની અનેક 5 સ્ટાર હોટેલ્સ અને મોટા રિસોર્ટ્સ બુક કરી લીધા છે. તેમાં આઈટીસી, તાજ પેલેસ જેવી હોટેલો સામેલ છે. આ હોટલોમાં એક રૂમની કિંમત 1 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
કમાન્ડોઝ અને સુરક્ષા ગાર્ડ્સ તહેનાત
સિક્યોરિટી મેનેજમેન્ટની વાત કરીએ તો આ લગ્નમાં સિક્યોરિટી ખૂબ જ ટાઈટ રહેવાની છે. સુરક્ષા ટીમમાં 10 એનએસજી કમાન્ડો, પોલીસ અધિકારીઓ, 200 ઈન્ટરનેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ, 300 સિક્યોરિટી મેમ્બર્સ અને 100 થી વધુ ટ્રાફિક પોલીસ તેમજ મુંબઈ પોલીસ કર્મચારીઓ BKCમાં તહેનાત રહેશે.
View this post on Instagram
કામ ડાઉન સિંગર રેમા લેશે રુ. 25 કરોડ
અંબાણી પરિવારે લગ્નના દરેક ફંકશનમાં ઈન્ટરનેશનલ સિંગર્સને બોલાવ્યા છે. હવે રિપોર્ટ્સ મુજબ સિંગર રેમા પણ લગ્નમાં પર્ફોમન્સ આપશે. એટલું જ નહિ, તેને ઘણી મોટી રકમ પણ મળી રહી છે. રેમાં પર્ફોમ કરવાના 25 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તે પોતાના વાયરલ ટ્રેક પર ગાશે. નાઈઝિરિયન રેપર ભારત પહોંચી ચૂક્યો છે. તે સંપૂર્ણ બ્લેક આઉટફિટ પહેરીને ચહેરાને માસ્કથી ઢાંકીને આવ્યો હતો. તેણે ખુદ પોતાનો ઈન્ડિયા આવવાનો વીડિયો શેર કર્યો છે.
આ પણ વાંચોઃ લંચ અને ડિનરમાં શું ખાય છે મુકેશ અંબાણી? શું છે તેમનું રુટિન?