IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

RR vs GT: ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

જયપુર, 10 એપ્રિલ: IPL 2024ની 24મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમો સામ સામે છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ખરાબ હવામાનને કારણે ટોસ ઉછાળવામાં સમય લાગ્યો છે. ત્યારે હવે બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

 

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન(w/c), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ(C), સાઈ સુધરસન, વિજય શંકર, અભિનવ મનોહર, મેથ્યુ વેડ(W), રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, સ્પેન્સર જોનસન, નૂર અહમદ, મોહિત શર્મા

IPL 2024માં શું છે સ્થિતિ?

IPL 2024માં અત્યાર સુધીમાં સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે (RR) પોતાની ચારેય મેચ જીતી છે. અત્યારે સંજુ સેમસનની ટીમ 8 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ (GT) 5 મેચમાં 2 મેચ જીતી છે જ્યારે 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જે હાલ 4 પોઇન્ટ સાથે સાતમા સ્થાને છે.

પીચ રિપોર્ટ

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચની વાત કરવામાં આવે તો આંકડા દર્શાવે છે કે આ પીચ પર બોલરોને મદદ મળ છે. આ સિવાય આ મેદાન મોટું છે, તેથી બેટ્સમેનો માટે છક્કાનો વરસાદ કરવો કંઈ આસાન નથી હોત. આ પીચ પર ટીમો ટોસ જીત્યા પછી પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે. ફાસ્ટ બોલરો ઉપરાંત સ્પિનરોને પિચમાંથી મદદ મળે છે. આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 161 રન છે.

આ પણ વાંચો: રિષભ પંતને ICC ટેસ્ટ રેન્કિંગમાં રમ્યા વગર જ થયો ફાયદો

Back to top button