ટ્રેન્ડિંગસ્પોર્ટસ

રિષભ પંતને ICC ટેસ્ટ રેન્કિંગમાં રમ્યા વગર જ થયો ફાયદો

Text To Speech
  • છેલ્લા એક વર્ષથી રિષભ પંતે એક પણ ટેસ્ટ મેચ રમી નથી છતાં તેને ICC ટેસ્ટ રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો થયો

HD ન્યૂઝ ડેસ્ક, 10 એપ્રિલ: ICCએ બેટ્સમેનોની નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ભારતીય બેટ્સમેન રિષભ પંતને ફાયદો થયો છે. તે છેલ્લા એક વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો નથી છતાં રિષભને ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. ICC ટેસ્ટ રેન્કિંગમાં ત્રણ ભારતીય ખેલાડીઓ ટોપ-10માં સામેલ છે. જ્યારે ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન નંબર વન પર છે.

રિષભ પંત એક સ્થાનનો થયો ફાયદો

રિષભ પંતે ભારતીય ટીમ માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2022માં બાંગ્લાદેશ સામે રમી હતી. પરંતુ ત્યારપછી તે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ રમ્યો નથી. ડિસેમ્બર 2022માં તેનો અકસ્માત થયો હતો. આ કારણે તે ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો અને ટેસ્ટ મેચ રમી શક્યો નહીં. હવે ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ICC રેન્કિંગમાં રિષભ પંતને એક સ્થાનનો ફાયદો થયો છે. તે 15મા નંબરે પહોંચી ગયો છે. તેના 692 રેટિંગ પોઈન્ટ છે. પાકિસ્તાનનો સઈદ શકીલ પણ એક સ્થાન આગળ વધીને 14મા સ્થાને પહોંચી ગયો છે. તેના 693 રેટિંગ પોઈન્ટ છે.

પાકિસ્તાનનો બાબર આઝમ ત્રીજા નંબરે

બેટ્સમેનોની નવી ICC ટેસ્ટ રેન્કિંગમાં કેન વિલિયમસન પ્રથમ સ્થાને છે. તેના 859 રેટિંગ પોઈન્ટ છે. જે રૂટ બીજા નંબરે છે. તેના 824 રેટિંગ પોઈન્ટ છે. પાકિસ્તાનના બાબર આઝમ ત્રીજા સ્થાને છે. તેના 768 રેટિંગ પોઈન્ટ છે.

ટોપ-10માં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ

બેટ્સમેનોની નવી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં ત્રણ ભારતીય ખેલાડીઓ સામેલ છે. રોહિત શર્મા છઠ્ઠા નંબર પર છે. તેના 751 રેટિંગ પોઈન્ટ છે. યશસ્વી જયસ્વાલ સાતમા નંબરે છે. તેના 740 રેટિંગ પોઈન્ટ છે. વિરાટ કોહલી નવમા નંબર પર છે. તેના 737 રેટિંગ પોઈન્ટ છે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જયસ્વાલે શ્રેણીમાં બે બેવડી સદી ફટકારી હતી અને તે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. આ કારણોસર તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો હતો. જ્યારે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં રમ્યો ન હતો.

આ પણ વાંચો: ‘I am hottie, naughty, sixtyyyy’, રવિ શાસ્ત્રીની X પોસ્ટથી મૂંઝાયા ચાહકો, કહ્યું- ‘કુછ ગડબડ હૈ’

Back to top button