બાઇક પર રોમાન્સ કપલને મોંઘો પડ્યો, વીડિયો વાયરલ થતા નોઇડા ટ્રાફિક પોલીસે ₹53,500નું ચલણ મોકલ્યું

નોઈડા 16 જૂન 2025: ઉત્તર પ્રદેશના નોઈડામાં, એક યુગલનો ચાલતી બાઇક પર જાહેરમાં રોમાન્સ કરવો તેમને મોંઘો પડ્યો. વાયરલ વીડિયોના આધારે, નોઈડા ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી અને ₹53,500 નો મોટો દંડ ફટકાર્યો. દંડ બાદ, યુઝર્સ સોશિયલ મીડિયા પર પણ યુગલની મજાક ઉડાવી રહ્યા છે.
બાઇક પર રોમાન્સ કરવો કપલને મોંઘો પડ્યો
વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી બાઇકની ટાંકી પર બેઠી છે અને તે બાઇક સવારને તેના બંને હાથ અને પગથી પકડીને રોમાન્સ કરી રહી છે. બંનેમાંથી કોઈએ હેલ્મેટ પહેર્યું ન હતું. આ વીડિયો યમુના એક્સપ્રેસ વે પર રેકોર્ડ કરવામાં આવ્યો છે.
नोएडा पुलिस ने इस “इशकजादे” का 53500 रुपए का चालान व्हीकल एक्ट में काटकर “प्रेम पत्र” घर भिजवा दिया है !! pic.twitter.com/Dw3gqS46Z8
— Sachin Gupta (@SachinGuptaUP) June 16, 2025
વીડિયો વાયરલ થતાં જ પોલીસે કાર્યવાહી કરી
વીડિયો વાયરલ થતાં જ નોઈડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બાઇકની ઓળખ કરી અને વાહન માલિક સામે ઇ-ચલણ ફટકાર્યું હતુ. મોટર વાહન અધિનિયમ હેઠળ કુલ ₹53,500નું ચલણ ફટકારવામાં આવ્યું છે, જેમાં હેલ્મેટ ન પહેરવું, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું અને ખતરનાક ડ્રાઇવિંગ જેવી કલમો શામેલ છે.
उक्त शिकायत का संज्ञान लेते हुए संबंधित वाहन के विरुद्ध यातायात नियमों का उल्लंघन करने पर नियमानुसार ई-चालान (जुर्माना 53500/- रुपए) की कार्यवाही की गई है। pic.twitter.com/oxFkPti07b
— Noida Traffic Police (@Noidatraffic) June 15, 2025
સોશિયલ મીડિયા પર યુઝર્સે મજા લીધી
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને લોકોએ તેના પર રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી. એક યુઝરે લખ્યું, “તમે ₹53,500 માં થાઇલેન્ડની મુસાફરી કરી શક્યા હોત!” ઘણા લોકોએ પોલીસની ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી, જ્યારે કેટલાક લોકોએ જાહેર સ્થળોએ આવા કૃત્યોને અનુશાસનહીન ગણાવ્યા.
પહેલો કિસ્સો નથી
ઉત્તર પ્રદેશમાં કોઈ દંપતીએ જાહેર સ્થળે આ પ્રકારનો સ્ટંટ કર્યો હોય પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પોલીસ સમયાંતરે આવા કેસોમાં કડક કાર્યવાહી કરતી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેનક્રેશમાં બચેલા એક માત્ર મુસાફર વિશ્વાસનો બીજો અવિશ્વસનીય વીડિયો જુઓ












