ટ્રેન્ડિંગમનોરંજન

યુઝવેન્દ્ર ચહલ પાસેથી આ વસ્તુઓ ચોરવા માંગે છે આરજે મહવશ

 

  • મહવશ ટૂંક સમયમાં વેબ સિરીઝ પ્યાર, પૈસા પ્રોફિટ દ્વારા અભિનયમાં ડેબ્યૂ કરી રહી છે

૧૭ મે, ૨૦૨૫, મુંબઈઃ યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશ વચ્ચેના સંબંધો ઘણા સમયથી ચર્ચામાં છે. મહવશ RJ Mahvash ટૂંક સમયમાં વેબ સિરીઝ પ્યાર, પૈસા પ્રોફિટ દ્વારા અભિનયમાં ડેબ્યૂ કરી રહી છે. તે શોનું ખૂબ પ્રમોશન કરી રહી છે અને આ દરમિયાન તે પોતાના અંગત જીવન વિશે પણ ખુલીને વાત કરી રહી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન, મહવશને પૂછવામાં આવ્યું કે તે યુઝવેન્દ્ર પાસેથી કઈ વસ્તુ ચોરી કરવા માંગે છે.

મહવશે શું કહ્યું?

ઇન્સ્ટન્ટ બોલિવૂડ સાથે વાત કરતા, મહવશે કહ્યું, હું હંમેશા તેમનો નમ્ર અને સારો સ્વભાવ અપવવા ઈચ્છીશ. તે ખૂબ જ કેરિંગ વ્યક્તિ છે અને હંમેશા પોતાના લોકો માટે ઉપલબ્ધ રહે છે, તેથી હું તેના આ સ્વભાવને ચોરી લેવા માંગુ છું.

ખુદને પ્રેમમાં પાગલ ગણાવી

ઉલ્લેખનીય છે કે આ પહેલા મહવશે પોતાને પ્રેમમાં પાગલ ગણાવી હતી. મહવશે કહ્યું કે ભલે કોઈને મળતા પહેલા તેના ધોરણો ખૂબ ઊંચા હોય છે, પરંતુ જેમ જેમ તે કોઈને ઓળખવાનું શરૂ કરે છે તેમ તેમ તેના ધોરણો નીચે પડવા લાગે છે.

અગાઉ એક ઇન્ટરવ્યુમાં મહવશે કહ્યું હતું કે જો તે લગ્ન કરવા માંગતી હોય તો જ તે કોઈને ડેટ કરશે. ધૂમ ફિલ્મના પાત્ર અલી સાથે પોતાની સરખામણી કરતા, તેણે કહ્યું કે જ્યારે પણ તે કોઈ સંબંધ વિશે વિચારે છે, ત્યારે તે સીધા લગ્ન અને બાળકો વિશે વિચારે છે.

ઉલ્લેખનીય છે કે હવે મહવશખુલ્લેઆમ ચહલ સાથે પબ્લિક આઉટિંગ કરે છે. તે IPL ની દરેક મેચમાં તેને સપોર્ટ પણ કરે છે. તે સોશિયલ મીડિયા પર ચહલ વિશે પોસ્ટ પણ કરતી રહે છે, જેના કારણે તેમના સંબંધોના સમાચાર આવે છે. જોકે, ચહલે હંમેશા સંબંધોના અહેવાલોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેઓ બંને ફક્ત મિત્રો છે.

આ પણ વાંચોઃ માળા વેચતી મોનાલિસા હવે મોટા પરદે રોમાન્સ કરશે, જાણો કોણ છે હીરો

Back to top button