ટ્રેન્ડિંગબિઝનેસ

સાવધાન! કોઈના લોન ગેરંટર બનતા પહેલા સો વાર વિચારજો, એક સહી તમને કરી શકે છે બરબાદ

Risks of Becoming a Loan Guarantor: આપણે ઘણીવાર મિત્રતા કે સંબંધોમાં આવીને એવા નિર્ણયો લઈએ છીએ જે ભવિષ્યમાં ભારે પડી શકે છે. આવો જ એક નિર્ણય છે કોઈની લોનમાં ‘ગેરંટર’ (જામીનદાર) બનવું. ઘણા લોકોને લાગે છે કે આ માત્ર એક ઔપચારિકતા છે, પણ સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઓન રેકોર્ડ (AOR) રાજેશ કુમાર ચૌરસિયાના મતે, આ એક સહી તમને કાનૂની અને આર્થિક મુસીબતમાં ફસાવી શકે છે.

માત્ર સહી નહીં, મોટી જવાબદારીનો બોજ

જ્યારે તમે કોઈની લોન માટે ગેરંટર બનો છો, ત્યારે તમે તે દેવાની સંપૂર્ણ જવાબદારી તમારા માથે લો છો. એનો અર્થ એ છે કે જો લોન લેનાર વ્યક્તિ કોઈ કારણસર પૈસા નથી ચૂકવી શકતી, તો બેંક તે રકમ સીધી તમારી પાસેથી વસૂલ કરી શકે છે.

CIBIL સ્કોર થઈ શકે છે ખરાબ

મોટાભાગના લોકો એ નથી જાણતા કે લોન ડિફોલ્ટની અસર માત્ર ઉધાર લેનાર પર જ નહીં, પણ ગેરંટર પર પણ પડે છે.

* રેકોર્ડમાં અસર: જો EMI સમયસર નહીં ભરાય, તો બેંક ક્રેડિટ બ્યુરો (CIBIL) ને જે રિપોર્ટ મોકલે છે તેમાં ગેરંટરનો PAN નંબર પણ સામેલ હોય છે.
* નવી લોનમાં મુશ્કેલી: જો તમારો સ્કોર બગડશે, તો ભવિષ્યમાં જ્યારે તમારે પોતે લોન લેવી હશે ત્યારે બેંક તમારી અરજી ફગાવી શકે છે.

મિલકત પર પણ આવી શકે છે જોખમ

કાનૂની રીતે બેંકો પાસે પોતાની વસૂલાત કરવાના પૂરા અધિકાર છે. જો મૂળ લોન લેનાર વ્યક્તિ પૈસા ચૂકવવામાં નિષ્ફળ જાય અને તેની મિલકતમાંથી રકમ પૂરી ન થાય, તો બેંક ગેરંટરની મિલકત જપ્ત કરીને પણ પોતાની વસૂલાત કરી શકે છે. લોન એગ્રીમેન્ટ મુજબ, બાકી રકમ અને વ્યાજ ચૂકવવાની કાયદેસરની જવાબદારી ગેરંટરની પણ હોય છે.

બચવા માટે શું સાવચેતી રાખવી?

લાણીમાં વહીને ક્યારેય કોઈની ગેરંટી ન લેવી જોઈએ. ગેરંટર બનતા પહેલા આ બાબતો તપાસો:

* જે વ્યક્તિની ગેરંટી લો છો તેની આર્થિક સ્થિતિ અને દાનત કેવી છે?
* શું તે વ્યક્તિએ ભૂતકાળમાં કોઈ લોન ડિફોલ્ટ કરી છે?
* તમારી પોતાની જોખમ સહન કરવાની ક્ષમતા કેટલી છે?

સંપૂર્ણ તપાસ અને સમજદારી પછી જ આ કાયદાકીય દસ્તાવેજ પર સહી કરવી હિતાવહ છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધારે હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ, humdekhenge.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ પણ વાંચોઃ દરેક રીલમાં ચાના કપ સાથે દેખાતો આ વાયરલ છોકરો કોણ? તેના હાસ્ય પાછળ છુપાયેલી છે દુખદ કહાની

આ પણ વાંચોઃ AAP: “સમોસા-પિત્ઝાના મુદ્દા…”, રાઘવ ચઢ્ઢા પર વરસ્યા ભગવંત માન

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button