ભારતીય મૂળના ઋષિ સુનકને બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ મંગળવારે કિંગ ચાર્લ્સને મળ્યા છે. આ દરમિયાન કિંગ ચાર્લ્સ દ્વારા તેમને ઔપચારિક રીતે નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ બ્રિટનના 57માં વડાપ્રધાન છે. સુનક 210 વર્ષમાં બ્રિટનના વડાપ્રધાન બનનાર સૌથી યુવા નેતા છે. બકિંગહામ પેલેસમાં કિંગ ચાર્લ્સને મળ્યા બાદ ઋષિ સુનક ડાઉનિંગ સ્ટ્રીટ જવા રવાના થયા છે. ત્યાં રહેઠાણ નંબર 10 તેમનું સત્તાવાર નિવાસસ્થાન હશે. માનવામાં આવે છે કે તે ત્યાં પહોંચીને દેશને સંબોધિત કરી શકે છે.
અગાઉ સોમવારે, સુનકે, ચૂંટાયેલા વડા પ્રધાન તરીકેના તેમના પ્રથમ સંબોધનમાં કહ્યું હતું કે, “બ્રિટન એક મહાન દેશ છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આપણે ગહન આર્થિક પડકારનો સામનો કરી રહ્યા છીએ.”
“અમને હવે સ્થિરતા અને એકતાની જરૂર છે અને હું મારી પાર્ટી અને આપણા દેશને સાથે લાવવાને મારી સર્વોચ્ચ પ્રાથમિકતા બનાવીશ, કારણ કે આ એકમાત્ર રસ્તો છે જે આપણે આપણી સામેના પડકારોને પાર કરી શકીશું અને આપણા બાળકો અને આવનારી પેઢીને સુરક્ષિત કરી શકીશું. “તેમણે કહ્યું. વધુ સારા, વધુ સમૃદ્ધ ભવિષ્ય માટે. સુનકે કહ્યું, હું પ્રતિજ્ઞા કરું છું કે હું ઈમાનદારી અને નમ્રતાથી તમારી સેવા કરીશ અને બ્રિટિશ લોકો માટે દિવસ-રાત કામ કરીશ.
આ પણ વાંચો: ઋષિ સુનક બ્રિટનના PM પદે ચૂંટાતા સસરા નારાયણ મૂર્તિએ આપી પહેલી પ્રતિક્રિયા, BIG Bએ વાઈસરોયથી સંબોધ્યા