ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

મોટી આતંકી યોજનાનો ખુલાસો, ISISનો ટાર્ગેટ અમદાવાદ-ગાંધીનગરમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો હતો

  • ISISનું ટાર્ગેટ ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર હતું
  • તેની યોજના અહીં મોટા બોમ્બ વિસ્ફોટ કરવાની હતી.
  • મુંબઈમાં નરીમાન હાઉસ અને ગેટવે ઓફ ઈન્ડિયા પર આતંકી હુમલા કરવાની યોજના હતી

નવી દિલ્હીઃ આતંકી સંગઠન ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા)ના મોટા આતંકી ષડ્યંત્રનો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલા ISIS આતંકવાદીની કબૂલાતથી ખુલાસો થયો છે કે તેનું કાવતરું દેશના બે મોટા શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં મોટા આતંકવાદી વિસ્ફોટને અંજામ આપવાનું હતું. તેની યોજના અહીં મોટા બોમ્બ વિસ્ફોટ કરવાની હતી.

આ સિવાય ISIS મુંબઈમાં નરીમાન હાઉસ અને ગેટવે ઓફ ઈન્ડિયા પર મોટા આતંકી હુમલા કરવાની પણ યોજના બનાવી રહ્યું હતું. એટલું જ નહીં, ભારતના કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ ISISના નિશાના પર હતા.

ISISના એક ધરપકડ કરાયેલા આતંકવાદીએ કહ્યું હતું કે, ભારતના મહત્વના સૈન્ય ઠેકાણાઓની નિયમિતપણે તપાસ કરવામાં આવતી હતી અને ત્યાંની તસવીરો પાકિસ્તાન અને સીરિયામાં મોકલવામાં આવતી હતી. પોલીસને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ સુરક્ષા એજન્સીઓના રડાર પર છે.

કોણ છે ISISનો પકડાયેલ આતંકી

આતંકીનું નામ મોહમ્મદ શાહનવાઝ છે. તેને શફી ઉઝામા તરીકે પણ ઓળખવામાં આવે છે. આતંકવાદી શાહનવાઝ ઝારખંડનો વતની છે. તેણે 2016માં NIT નાગપુરમાંથી માઈનિંગમાં B.Tech કર્યું હતું. તેમજ SSC સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે નવેમ્બર 2016માં દિવ્હી આવ્યો હતો. શાહનવાઝ તેના બે સાથીઓ સાથે દિલ્હીમાં આતંકવાદી હુમલાની યોજના ઘડી રહ્યા હતા.

શાહનવાઝના જણાવ્યા પ્રમાણે, તેની પત્ની હિંદુ હતી જેને તેણે ઈસ્લામ કબૂલ કરીને મુસ્લિમ બનાવી. બંનેની મુલાકાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં થઈ હતી અને તેની પત્ની પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ હતી. શાહનવાઝે જણાવ્યું હતું કે, પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે હજારીબાગમાં લગભગ 7-8 ગુનાહિત ઘટનાઓને અંજામ આપ્યો અને ત્યારબાદ પછી તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો.

શાહનવાઝના ગુરુ અનવર અવલાકી હતો. તે અલ કાયદાનો ટોચનો આતંકવાદી હતો જે અમેરિકી સેનાના હુમલામાં માર્યો ગયો હતો. અનવર અવલાકીથી પ્રભાવિત થઈને શાહનવાઝને આતંકવાદી બનવાનું ઝનૂન થઈ ગયું હતું. પછી તે ઓનલાઈન સાઈટ પર કટ્ટરપંથી મુસ્લિમો અને ISIS હેન્ડલર્સના જૂથોમાં જોડાયો.

હિઝબુલ તાહિર યુવાનોને ભડકાવી રહ્યું છે

2016 થી જામિયામાં રહેતા શાહનવાઝે જણાવ્યું કે તે મુસ્લિમ સંગઠન હિઝબુલ તાહિર સાથે જોડાયો હતો અને અહીં તે જેહાદી વિચાર ધરાવતા ઘણા યુવાનોને મળ્યો હતો. ઘણા દેશોમાં તે પ્રતિબંધિત સંગઠનની શ્રેણીમાં આવે છે અને તાજેતરમાં NIAએ દેશમાં તેના સ્થળો પર દરોડા પાડ્યા હતા. શાહનવાઝના જણાવ્યા અનુસાર, ફરાર ISIS આતંકવાદી રિઝવાન અલી દરિયાગંજમાં રહેતો હતો અને તે હિઝબુલ તાહિરની મીટિંગમાં તેને મળ્યો હતો. આટલું જ નહીં, AMUના ઘણા વિદ્યાર્થીઓએ હિઝબુલ તાહિરની સભાઓમાં પણ ઘણી વખત ભાગ લીધો હતો. શાહનવાઝ તેના સાથીઓ સાથે સીરિયા જવા માંગતો હતો જ્યાં તે ISISના ટોચના નેતા પાસેથી ટ્રેનિંગ લેવા માંગતો હતો. હવાલા દ્વારા પુણેના તમામ આતંકવાદીઓને સમયાંતરે પૈસા મોકલવામાં આવતા હતા. જેનો ઉપયોગ તેઓ બોમ્બ બનાવવા અને ટ્રેનિંગ કેમ્પમાં કરતા હતા.

આ પણ વાંચો, સુપ્રીમ કોર્ટ સમલૈંગિક લગ્નના ચુકાદાની રિવ્યુ પિટિશન પર વિચાર કરવા સંમત

Back to top button