ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સાથેની અથડામણમાં બે જવાન વીરગતિ પામ્યા

Text To Speech

રાજૌરી, 22 નવેમ્બર: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે જવાન વીરગતિ પામ્યા છે. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોએ ઘટનાસ્થળે બે આતંકીઓને ઘેરી લીધા છે. તેમણે કહ્યું કે, ધરમશાળાના બજીમલ વિસ્તારમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી. જેમાં એક અધિકારી અને એક સૈનિકે જીવ ગુમાવ્યો છે અને અન્ય સુરક્ષાકર્મી ઘાયલ થયા. ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી 

ઈન્ટેલિજન્સ ઈનપુટ્સની માહિતીની આધારે સુરક્ષા દળોએ રાજૌરી જિલ્લાના બાજી મોલના જંગલોમાં કાર્યવાહી હાથ ધરી હતી. કેટલાક આતંકીઓ છુપાયા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં સેના અધિકારી સહિત બે વીરગતિ પામ્યાં હતા. જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો. જમ્મુ અને કાશ્મીરના પીર પંજાલના જંગલો છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક એન્કાઉન્ટર બાદ સુરક્ષા દળો માટે પડકારરૂપ સાબિત થયા છે.

જો કે, આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી પર સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે બુધવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. અહીં બે આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર છે. એન્કાઉન્ટર ચાલુ છે. ગયા અઠવાડિયે, રાજૌરી જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, કુલગામ અથડામણમાં પાંચ આતંકી ઠાર

Back to top button