ગુજરાતટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

રેલ્વેમાં નિવૃત્ત કર્મચારીને ફરી મળશે કામઃ જાણો શું છે નિયમ અને શરત

નવી દિલ્હીઃ 21 જૂન, 2025: Railway News: રેલ્વેએ નિવૃત્ત થયેલા કર્મચારીઓએ એકબીજી તક આપવાનો નિર્ણય લીધો છે. હવે રેલ્વેએ જે નૉન-ગેજેટેડ (Non-Gazetted) એટલે કે, નાના સ્તરનું પદ ખાલી છે, તેને ભરવા માટે નિવૃત્ત કર્મચારીને ફરી કોન્ટ્રાક્ટ પર રાખી શકાય.

અત્યાર સુધીનો નિયમ એવો હતો કે, કોઈપણ નિવૃત્ત કર્મચારી ફક્ત એવા પદ પર ફરી કામ કરી શકતા હતા જેના પર તે નિવૃત્ત થયા હતા. એટલે કે, જે વેતન પર નિવૃત્ત થયા છે, તેને તે વેતન સ્તર પર ફરી રાખી શકાતા હતા. જોકે, હવે રેલ્વેએ આ નિયમમાં ઢીલ મૂકી છે.

શું છે નવો નિયમ?

  • Pay Level-1 થી Pay Level-9 સુધીના કાલી પદ પર નિવૃત્ત કર્મચારીની ફરીથી નિયુક્તિ કરી શકાય છે.
  • હવે કોઈપણ નિવૃત્ત કર્મચારી તેની નિવૃત્તિની પોસ્ટથી ત્રણ સ્તર નીચેના પોસ્ટ પર પણ ફરીથી કામ કરવા માટે અરજી કરી શકે છે.
  • ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારી પે લેવલ-6 થી નિવૃત્ત થયો હોય, તો તેને લેવલ-6, લેવલ-5, લેવલ-4 અને લેવલ-3 સુધીની પોસ્ટ્સ માટે પસંદ કરી શકાય છે.

રેલ્વેએ એ પણ સ્પષ્ટતા કરી છે કે, જે લોકો તે જ સ્તરેથી નિવૃત્ત થયા છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે જે સ્તરે પદ ખાલી છે તે જ સ્તરેથી નિવૃત્ત થયેલા વ્યક્તિને પહેલા તક મળશે. જો આવા લોકો ઉપલબ્ધ ન હોય, તો ફક્ત ઉચ્ચ સ્તરેથી નિવૃત્ત થયેલા લોકોને જ તક મળશે.

હવે ડિવિઝનલ રેલ્વે મેનેજર (DRM) પાસે ડિવિઝનલ સ્તરે (જેમ કે ઝોન અથવા મંડળમાં) નિવૃત્ત કર્મચારીઓની ભરતી કરવાનો અધિકાર હશે. રેલ્વે મુખ્યાલયમાં ભરતી અંગેનો નિર્ણય હજુ પણ જનરલ મેનેજર (GM) દ્વારા લેવામાં આવશે. જનરલ મેનેજર એ પણ નક્કી કરશે કે સમગ્ર રેલ્વે ઝોનમાં કેટલા નિવૃત્ત કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવા જોઈએ.

શું છે જરૂરી શરત?

  • આ નિમણૂક ત્યારે જ કરવામાં આવશે જ્યારે ખરેખર જરૂર હશે.
  • નિવૃત્ત કર્મચારીઓને સંપૂર્ણ તપાસ અને વિચાર-વિમર્શ પછી જ પાછા લેવામાં આવશે.
  • આ નવો નિયમ જાહેર થયાની તારીખથી અમલમાં આવશે.
  • આ આદેશ રેલ્વે બોર્ડની મંજૂરી અને નાણાં વિભાગની સંમતિથી જાહેર કરવામાં આવ્યો છે.

રેલ્વેએ નિવૃત્ત કર્મચારીઓને ફરીથી કામ કરવાની તક આપીને સ્ટાફની અછતને ભરવાનો પ્રયાસ કર્યો છે. જેનાથી રેલ્વેની કામગીરીમાં સુધારો થશે અને અનુભવી કર્મચારીઓને પણ બીજી તક મળશે.

આ પણ વાંચોઃ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૨૪૭ DNA સેમ્પલ મેચ, ૨૩૨ પાર્થિવદેહ પરિવારજનોને સોંપાયા, કેટલા DNA મેચ ના થયા

આ પણ વાંચોઃ શિક્ષણ સહાયક ભરતી: રિપીટેશન ટાળવા ડબલ ફાળવણી ધરાવતા ઉમેદવારોને એક ભરતી પસંદ કરવાનો નિર્દેશ

Back to top button